ઉત્તરાખંડના ઓમકારસિંઘ વડોદરા આવી પહોંચ્યા

admin
1 Min Read

ચુંટણીમાં ઈવીએમ ન વાપરવાના આંદોલન સાથે ઈવીએમ હટાવવા મામલે ઉત્તરાખંડથી દેશમાં પરિભ્રમણ કરી રહેલા ઓમકારસિંગ ધિલ્લોન વડોદરા પહોંચ્યા હતા. ઓમકારસિંઘે વડોદરાના કરજણ ખાતે મીડિયા સાથે વાતચીત કરી હતી. અંદાજિત ૧૬૦૦ કીમી નું અંતર કાપી પદયાત્રા કરી રહેલા ઓમકારસિંઘે મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મારી મુખ્ય માંગ દેશમાં યોજાતી ચૂંટણીઓ મતપત્રકથી કરાવવી અને લોકશાહીના મુલ્યોનું જતન કરવાનો છે. વધુમાં તેઓએ ઇવીએમ મશીનમાં મતોની ચોરી થઇ જતી હોવાના પણ આક્ષેપો કર્યા હતા. ઓમકારસિંઘનું કરજણ તાલુકાના જિલ્લા કોંગ્રેસના મહામંત્રી ભાસ્કર ભટ્ટ દ્વારા સ્વાગત કરી સમર્થન આપવામાં આવ્યુ હતું.  ઓમકારસિંઘ ઇવીએમ હટાવો દેશ બચાવોની પદયાત્રા પર ઉત્તરાખંડથી નીકળી મુંબઇ, મુંબઇથી ચેન્નઈ, ચેન્નઇથી કલકત્તા તેમજ કલકત્તાથી દિલ્હી પહોંચી પોતાની પદયાત્રાનું સમાપન કરશે.. પદયાત્રાએ નીકળેલા ઓમકારસિંહ ધિલ્લોન માને છે કે, ભાજપ દ્વારા ઈવીએમમાં મોટાપાયે ગોટાળા કરીને ચૂંટણીઓ જીતવામાં આવી રહી છે. ત્યારે ઈવીએમના સ્થાને દેશની તમામ ચૂંટણીઓ બેલેટ પેપરથી જ યોજાવી જોઈએ.

Share This Article