શિનોરમાં નીકળી સાંઈબાબાની પાલખી યાત્રા

admin
1 Min Read

શિનોર તાલુકાના પુનિયાદ ગામે સતત ૧૩માં વર્ષે સાંઈબાબાની પાલખી યાત્રા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં સાંઈભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સાંઈબાબાની પાલખી યાત્રાને સાઈભક્તોએ અતૂટ શ્રદ્ધા અને ભારે ઉત્સાહ સાથે મનાવી હતી. ઇસ ૧૯૧૮ , ૧૫મી ઓક્ટોબરને મંગળવારના રોજ બપોરના અઢી કલાકે શિરડીના સાંઈબાબાએ દેહ છોડી સમાધિ લીધી હતી. શિરડીમાં સતત ત્રણ દિવસ સાંઈબાબાની પુણ્યતિથિ મહોત્સવને ભારે ધૂમધામથી મનાવાય છે. ચાલુ વર્ષે ૧૦૧મી પુણ્યતિથિ નિમિત્તે શિરડીમાં અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જે અંતર્ગત શિનોરના પુનિયાદ ગામે શ્રી સાંઈબાબા પરિવાર દ્વારા પ્રતિવર્ષ પાલખી યાત્રાનું આયોજન છેલ્લા ૧૨ વર્ષથી કરાય છે. જે પરંપરા મુજબ સતત ૧૩માં વર્ષે શ્રી સાંઈબાબા ની પાલખી યાત્રા યોજાઈ હતી. બેન્ડબાજા ,ઘોડે સવાર સેવક , આતશબાજી અને ઠેર ઠેર પુષ્પ વૃષ્ટિ સાથે  શ્રી સાઇનાથના જય ઘોસ સાથે નિકળેલી પાલખી યાત્રા સમગ્ર પુનિયાદ ગામમાં ફરી હતી. જેમાં મોટી સંખ્યામાં સાંઈભક્તો જોડાયા હતા.

Share This Article