વિજયાદશમીના દિવસે લોકોએ ઉઠાવ્યો ફાફડા જલેબીનો આનંદ

admin
1 Min Read

કચ્છ અને સૌરાષ્ટ્ર ગાંઠીયા જલેબી માટે પ્રખ્યાત છે અન્ય વિસ્તારોમાં પણ ગાંઠિયા જલેબીનું વેચાણ મોટું રહે છે. વિજયાદશમીના દિવસે દુકાનદારો ખાસ મંડપ બાંધીને ગાંઠીયા જલેબી વેચાણમાં લાગી જાય છે. કચ્છમાં વિજયાદશમીના દિવસે ગાંઠીયા જલેબી ખાવાની ખાસ પરંપરા છે. આજે ભુજમાં અનેક દુકાનો ઉપર ગાંઠિયા જલેબી ખરીદનારની લાઈનો લાગી હતી. સવારથી જ લોકો ગાંઠીયા જલેબી ખરીદવા માટે કતારમાં લાગી ગયા હતા. રેકડીઓ ઉપર બનતા ગાંઠીયા પણ સારા પ્રમાણમાં વેચાયા હતા. જાણકારોએ અંદાજ આપ્યો હતો કે કચ્છમાં ચાલુ સાલે સારો વરસાદ થયો છે તેથી ગાંઠિયા જલેબીની ખરીદી અને અન્ય ફરસાણોની ખરીદીમાં ખૂબ જ ઉછાળો આવ્યો છે. કચ્છમાં એક અંદાજ પ્રમાણે લગભગ એક કરોડ રૂપિયાના ગાંઠીયા જલેબીનું વેચાણ થયું છે. જેમાં ભુજ ગાંધીધામ માંડવી મુન્દ્રા નખત્રાણા રાપર વગેરે ભચાઉ તાલુકાના સેન્ટર ઉપર સારું એવું ગાંઠીયા જલેબીનું વેચાણ થયું છે.

Share This Article