બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે જેમાં કેટલીકવાર અજાણી વાહનના ગફલતભર્યા ડ્રાઇવિંગના કારણે અકસ્માત સર્જાતા હોય છે જેમાં અત્યાર સુધી કેટલાય માશૂમ લોકોએ આવા ગફલતભર્યા ડ્રાઇવિંગના કારણે મોતનો ભોગ બનવું પડે છે ત્યારે આવો જ એક અકસ્માત આજે ડીસા અને ભીલડી હાઈ-વે પર આવેલ શરત ગામ પાસે બન્યો હતો. જેમાં ડીસા-ભીલડી હાઈ-વે પર આવેલ સબમર્શિબલની દુકાનમાં કામ કરતા રમેશભાઈ ડાયાભાઈ રબારી પોતાના કામકાજ અર્થે રોડ ક્રોસ કરી અને સામેના ભાગમાં જતા હતા ત્યારે અચાનક કોઈ અજાણી વાહન ચાલકે રમેશભાઈને જોરદાર ટક્કર રોડ પર પટકાયા હતા. આ વાત ની જાણ રમેશભાઈના માલિકને થતા તેઓ રમેશભાઈને તાત્કાલિક સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન રામેશભાઈનું કરુણ મોત નીપજ્યું હતું.