હાર્દિક પટેલે 2022માં એક તૃતિયાંશથી સરકાર બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો

admin
1 Min Read

કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ દેશની રાજનીતિને ચોંકાવનારો નિર્ણય કરીને 26 વર્ષના હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રેસના વર્કિંગ પ્રેસિડેન્ટ એટલે કે કાર્યકારી અધ્યક્ષ બનાવવાનો નિર્ણય કર્યો છે. હાર્દિકે અધ્યક્ષ જાહેર થયા બાદ પ્રથમ પ્રેસ કૉન્ફરન્સમાં પુરા આત્મવિશ્વાસ સાથે જણાવ્યું હતું કે ‘આગામી સમયમાં રાજ્યમાં પેટાચૂંટણી આવી રહી છે.

(File Pic)

આઠેય બેઠકો પર અમારો વિજય થવાનો છે. હાર્દિક પટેલે હૂંકાર ભરતા જણાવ્યું હતું કે રાજ્યમાં ભાજપની સરકારથી પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે. હવે ગુજરાતમાં ભાજપની સરકાર બનવાની નથી. પેટાચૂંટણી સેમિફાઇલ છે અને આવનારી વિધાનસભાની 2022ની ચૂંટણી ફાઇનલ મેચ છે. આ ચૂંટણીમાં કૉંગ્રેસ એક તૃતિયાંશ બહુમતથી સરકાર બનાવશે.

(File Pic)

મહત્વનું છે કે, ગુજરાત કોંગ્રેસના માળખામાં ફેરફાર કરવામાં આવતા, હાર્દિક પટેલને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. જ્યારે અમિત ચાવડાને પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષપદે યથાવત રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત પક્ષ દ્વારા અન્ય ત્રણ જિલ્લામાં પ્રમુખ પદની વરણી કરવામાં આવી છે, જે અંતર્ગત આણંદ જિલ્લામાં પક્ષના પ્રમુખ પદે મહેન્દ્રસિંહ પરમાર, સુરત જિલ્લાના પ્રમુખપદે આનંદ ચૌધરી જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રમુખ પદે યાસીન ગજનની નિમણૂંક કરવામાં આવી છે.

Share This Article