રાજસ્થાનની ગેહલોત સરકાર પર સંકટ, અશોક ગેહલોતે લગાવ્યો ભાજપ પર આક્ષેપ

admin
1 Min Read

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે શનિવારે આક્ષેપ કર્યો હતો કે કેન્દ્રીય નેતૃત્ત્વના ઇશારે ભાજપના નેતાઓ તેમની સરકાર ઊથલાવવાના પ્રયાસ કરી રહ્યા છે. અશોક ગેહલોતે કોંગ્રેસના ધારાસભ્યોને 25-25 કરોડ રૂપિયાની લાલચ ભાજપ દ્વારા અપાઇ રહી હોવાનો આક્ષેપ કરતા રાજકારણ ગરમાયુ છે રાજસ્થાનમાં સરકાર પાડવા માટે ધારાસભ્યોના ખરીદ-વેચાણને લઈ રાજસ્થાન પોલીસની સ્પેશલ ઓપરેશન ગ્રુપએ મોટી કાર્યવાહી કરી છે.

(File Pic)

એસઓજીએ મામલામાં કેસ નોંધ્યો હોવાની પણ માહિતી સામે આવી છે. ત્યારે અશોક ગેહલોતે ભાજપના નેતા ગુલાબચંદ કટારિયા, પ્રદેશપ્રમુખ ડૉ. સતીશ પૂનિયા અને વિધાનસભામાં વિપક્ષના નાયબ નેતા રાજેન્દ્ર રાઠોડના નામ લઇને એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે સરકાર ઊથલાવવા ભાજપ બધી જ હદ પાર કરી ચૂક્યો છે.

(File Pic)

એક તરફ રાજ્ય સરકાર કોરોના મહામારી સામે લડી રહી છે ત્યારે બીજી તરફ ભાજપ સરકાર ઊથલાવવા વ્યસ્ત છે. તેણે મહારાષ્ટ્રમાં બહુમતી ન હોવા છતાં સરકાર રચવા પ્રયાસ કર્યો. અરુણાચલમાં કોંગ્રેસને બહુમતી છતાં તેની સરકાર ન બનવા દીધી અને મધ્યપ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયા પાસે પક્ષપલટો કરાવી સરકાર ઊથલાવી દીધી.

(File Pic)

તેમણે ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું કે, ભાજપ ધર્મ-જ્ઞાતિનું રાજકારણ કરીને લોકશાહીની હત્યા કરી રહ્યો છે.. નોંધનીય છે કે રાજસ્થાન પોલીસની સ્પેશિયલ ફોર્સે ધારાસભ્યોની સોદાબાજી અને સરકારને અસ્થિર કરવાના આરોપસર શુક્રવારે કેસ દાખલ કર્યો હતો, જે મામલે શનિવારે 2 શખસની ધરપકડ કરાઇ છે.

Share This Article