બચ્ચન પરિવારના વધુ બે સભ્યો કોરોનાની ઝપેટમાં

admin
1 Min Read

દેશભરમાં વધી રહેલ કોરોનાના સંક્રમણમાં હવે જાણીતી હસ્તીઓ પણ સપડાઈ રહી છે. ભાજપ-કોંગ્રેસના નેતાઓની સાથે સાથે હવે બોલીવુ઼ડમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે. શનિવારે રાત્રે સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

ત્યારબાદ તેમના પરિવારને લઈને વધાની ચિંતા વધી ગઈ હતી. ત્યારે હવે એવા અહેવાલ સામે આવ્યા છે કે અભિષેક બચ્ચનની પત્ની અને અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન અને તેમની પુત્રી આરાધ્યાનો પણ કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બચ્ચન પરિવારના ચાર સભ્યો કોરોનાની ઝપેટમાં આવતા તેમના પ્રશંસકોમાં પણ ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે.

મહત્વનું છે કે, બચ્ચનને ગઇ કાલે રાત્રે હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા બાદ સમગ્ર પરિવારનો રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો, ત્યારે જયા બચ્ચનનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો અને અભિષેક બચ્ચનનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.

એશ તેમજ આરાધ્યાના રિપોર્ટ આવવાના બાકી હતા. ત્યારે હવે તેમના બન્નેના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

Share This Article