રાજકોટ : પ્રદ્યુમનપાર્ક ઝૂ શરૂ કરવામાં આવતા એક જ દિવસમાં ૧૭૦૦ જેટલા લોકોએ મુલાકાત લીધી

admin
1 Min Read

કોરોના મહામારીને કારણે દેશભરના પ્રાણી સંગ્રહાલય બંધ રાખવામાં આવ્યાં હતા. ત્યારે રાજકોટમાં આવેલું પ્રદ્યુમનપાર્ક ઝૂ પણ બે મહિના કરતાં વધુ સમય માટે બંધ રાખવામાં આવ્યું હતું. જ્યારે સરકારની ગાઈડલાઈન પ્રમાણે રાજકોટનું પ્રદ્યુમન પાર્ક શરૂ કરવામાં આવ્યું છે.સતાવાર સુત્રોએ જણાવ્યું હતું મુલાકાતીઓના કારણે મહાપાલિકાને રૂા. ૩૬૦૦૦ની આવક થઈ હતી. કોરોના મહામારીના કારણે તા.૧૯ માર્ચથી મુલાકાતીઓ માટે ઝૂ બંધ રાખવામાં આવેલ હતું. છેલ્લા કેટલાક દિવસથી કોરોના નિયંત્રણમાં હોવાથી અને સરકાર દ્વારા બાગ બગીચા વિગેરે ખોલી નાંખવાની મંજુરી આપતા પ્રદ્યુમન પાર્ક શરૂ કરવામાં આવ્યું છે.

ઝૂનો ટોટલ વિસ્તાર ૧૩૭ એકરમાં છે અને નૈસર્ગિક વાતાવરણમાં પ્રાકૃતિક પર્યાવરણનો અહેસાસ થાય છે. ઝૂ ખાતે હાલ જુદી જુદી પ૫ પ્રજાતીના કુલ ૪૪૬ પ્રાણીઓ, પક્ષીઓને આજે ૧૭૦૦ મુલાકાતીઓએ નિહાળ્યા હતા ઝુ માં સોશ્યલ ડિસ્ટન્સ જળવાતું હોય પરતું એક દિવસમાં આટલી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા કોરોના વકરવાની ચેતવણીને નકારી ન શકાય. પાર્કની મુલાકાતે આવનાર લોકોને સેનેટાઈઝ કરવામાં આવ્યા હતા તથા થર્મલ ગનથી ટેમ્પરેચર માપવામાં આવ્યું હતું તે પછી જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. માસ્ક પહેરવું ફજીયાત હોવાથી માસ્ક વગર કોઈપણ મુલાકાતીઓને ઝુમાં એન્ટ્રી આપવામાં આવી ન હતી.

Share This Article