પાટણ : ભારે વરસાદને પગલે ઘરોમાં પાણી ભરાયા, પાણી વચ્ચે રાત વિતાવી પડે એવી સ્થિતિનું નિર્માણ

admin
1 Min Read

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને મેઘરાજા રાજ્યભરમાં મન મૂકીને વરસી રહ્યા છે . રાજ્યમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર વરસાદ નોંધાઈ રહ્યો છે . પાટણ જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી હળવાથી ભારે વરસાદ પડી રહ્યો છે.ત્યારે પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં ગત મોડી રાતથી ધોધમાર વરસાદ પડ્યો છે. 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે . ભારે વરસાદને પગલે શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાયાં છે. અનેક સોસાયટીઓમાં કેડસમા પાણી છે અને લોકોનાં ઘરોમાં પાણી ઘૂસ્યાં છે .

મોડી રાત્રે મેહુલિયાએ તોફાની બેટિંગ કરી હોય એમ રસ્તાઓ અને સોસાયટીમાં પૂર જેવો માહોલ જોવા મળ્યો છે અને શહેરમાં જાણે કે આભ ફાટ્યું હોય એવી સ્થિતિ છે . ભારે વરસાદ અને ઘરોમાં પાણી ભરાવાથી લોકોને પાણી વચ્ચે રાત વિતાવી પડે એવી સ્થિતિનું નિર્માણ થયું છે .

Share This Article