સાબરકાંઠા : હિંમતનગર ખાતે મહિલા કોગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે દેખાવો

admin
1 Min Read

હિંમતનગર ખાતે મહિલા કોગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે દેખાવો તેમજ વધતા જતાં ભાવવધારા વિરુદ્ધ દેખાવો યોજવામાં આવ્યો હતો. જોકે કોંગ્રેસના આ વિરોધ પ્રદર્શનમાં દેખાવો કરતી મહિલા કાર્યકરો સહિત કોગ્રેસીની પોલીસ દ્વારા અટકાયત કરી હતી.કોરોનાના કપરા સમયમાં લોકો મંદીમાં પીસાય રહ્યા છે ત્યારે બીજી બાજુ દેશમાં દિનપ્રતિદિન વધતી મોંઘવારી માજા મૂકી રહી છે. જેમાં ભાવો આસમાને પહોંચતા ગરબી અને મધ્યમ વર્ગના લોકો કફોડી હાલતમાં મુકાયા છે.

ત્યારે પ્રજાની વેદનાને વાંચા આપવા માટે મહિલા કોગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે દેખાવો યોજવામાં આવ્યા હતા. જેમાં મહિલા કોગ્રેસની કાર્યકરોએ ટાવર ચોક પર ગેસની બોટલો અને પ્લેકાર્ડ સાથે દેખાવો કર્યા હતા અને ભાજપ સરકાર વિરુધ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. ત્યારે દેખાવો કરતી મહિલા કાર્યકરો સહિત કોગ્રેસી નેતાઓની પોલિસે અટકાયત કરી

Share This Article