પરપ્રાંતિયોનો વિરોધ, મુંડન કરાઇ નોધાવ્યો વિરોધ

admin
1 Min Read

સુરતમાં આવેલા પાંડેસરા ખાતે ઝારખંડ અને ઉત્તર પ્રદેશના કારીગરો સાથે થયેલા અન્યાય સામે મુંડન કરવામાં આવ્યું હતું. મહત્વનુ છે કે, યુપી અને ઝારખંડના લોકોને વતન લઈ જવાની માંગ તેમજ નેતાઓ દ્વારા ગરીબ તેમજ શ્રમિકો સાથે કરાતા અન્યાય મામલે પાંડેસરામાં 50 પરપ્રાંતિયોએ મુંડન કરાવી વિરોધ નોંધાવ્યો હતો. બસમાં હજારો રૂપિયા લઈ વતન જવાને બદલે સુરત પરત મુકી દેવાના મામલે પણ આક્રોશ જોવા મળ્યો હતો. તેમજ કોરોના વાયરસને કારણે છેલ્લા દોઢ મહિનાથી લોકડાઉન ચાલી રહ્યું છે. લોકડાઉનના કારણે ધંધા રોજગાર બંધ હોવાને લીધે લાખો લોકો બેરોજગાર બની ગયા છે.  જેથી વતન જવા માટે વલખા મારતા લોકોને વતન જવાના નામે થતા અન્યાય સામે પાંડેસરા વિસ્તારમાં કારીગરોએ મુંડન કરાવી વિરોધ નોંધાવ્યો હતો.

Share This Article