વિહોતર ગ્રુપના સંચાલક સામે કાર્યવાહીના આદેશ

admin
1 Min Read

બનાસકાંઠાના અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ જીવરાજ આલ સામે કાયદેસરની કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. પોલીસ વિભાગમાં હોવા છતાં પોલીસ વિરુદ્ધ નિવેદનો આપવા મામલે પોલીસ કોન્સ્ટેબલ જીવરાજ આલ સામે એક્શન લેવામાં આવી રહી છે. ડાંગ ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા બનાસકાંઠાના વતની અને વિહોતર ગ્રુપના સંચાલક જીવરાજ આલ સામે કાર્યવાહી કરવા બનાસકાંઠા પોલીસ અધિક્ષકે ડાંગ પોલીસ અધિક્ષકને પત્ર લખ્યો છે. મહત્વનું છે કે, છેલ્લા કેટલાક સમયથી જીવરાજ આલ દ્વારા પોલીસની કાર્યવાહી સામે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા હતા, તેમજ પોલીસ દ્વારા ધમકી અપાતી હોવાના આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા હતા. આ ઉપરાંત જીવરાજ આલે વીડિયો માધ્યમથી માલધારી સમાજને સંદેશો મોકલી પોલીસની કાર્યવાહી સામે આક્ષેપ કર્યા હતા. ત્યારે બનાસકાંઠા પોલીસ અધિક્ષકે ડાંગ પોલીસ અધિક્ષકને કોન્સ્ટેબલ જીવરાજ આલ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે જણાવ્યુ છે.

Share This Article