સુરતમાં બોનાન્ઝા એક્સિબિશનનું આયોજન

admin
1 Min Read

શ્રી સમસ્ત ગુર્જર ક્ષત્રીય કડીયા સમાજ સુરત અને બહેનો દ્વારા પ્રસ્તુત એક દિવસ માટે સુરત કતારગામ ભક્તિનગર સોસાયટીની બાજુમાં આવેલ શ્યામ વાડી ખાતે દિવાળી બોનાન્ઝા એક્ઝીબીશન કમ સેલનું આયોજન કરાયુ હતું. જેને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે.  મહિલા વિકાસ અને ગૃહઉદ્યોગને પ્રોત્સાહન આપવાના કારણે એક દિવસનું એક્ઝીબીશન કમ સેલનાં આયોજનમાં લેડીઝ વેર, જેન્ટસ વેર, કિડ્ વેર, ઈમીટેશન જ્વેલરી, ચશ્મા, વેસ્ટર્ન આઉટફીટ, ડ્રેસ મટીરીયલ, રંગોળી કોડીયા, લાઈટોના ઝુમર, સગાઈ રીંગ સેરેમની ડેકોરેશન, ફુડ કોટ સહિતના ૧૦૦થી પણ વધારે સ્ટોલોનુ આયોજન એક સ્થળે ખુબ સુંદર રીતે કરાયુ હતું.  જેથી સમાજની બહેનોમાં ખુશી જોવા મળ્યો હતો. શ્રી સમસ્ત ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ સુરતની બહેનો દ્વારા યોજાયેલ એક દિવસીય દિવાળી બોનનાન્ઝા એક્ઝીબીશન કમ સેલમાં સાંસદ દર્શનાબેન જરદોશ, મેયર ડો. જગદીશ પટેલ સહિતનાઓ હાજર રહ્યા હતા.  

 

Share This Article