વડોદરા : વાનગીમાં નીકળ્યો મસ મોટો વંદો

admin
1 Min Read

વડોદરા જિલ્લાના સાવલી ના ટીમ્બા રોડ પર આવેલી ખાણીપીણી ની હોટલમાં સાવલી ના જ્યેન્દ્ર રાઠોડ તેના મીત્ર સાથે જમવા ગયા હતા જ્યાં દાલબાટી નો ઓર્ડર આપ્યો હતો ઓર્ડર પ્રમાણે ની દાલબાટી આરોગી હતી અને વધુ દાળ નાખતાં દાળ માં મહાકાય વંદા જેવું જીવડું દેખાતાં ચમકી ઉભો થયો હતો અને ઉલ્ટી કરી સાથી મીત્ર સાથે હોબાળો મચાવ્યો હતો વધુ પ્રમાણમાં ઉલ્ટી કરતાં સાવલી ના સરકારી દવાખાને સારવાર અર્થે પહોંચી ગયો હતો.અત્રે

ઉલ્લેખનીય છે થોડા દિવસ અગાઉ સાવલી ની એક ઠંડા ખાણીપીણી ની નામાંકિત દુકાને પણ આવી જ કંઈક ઘટના બન્યા નો વિડીઓ સોસીયલ મીડિયા માં ફરતો હતો પણ બહાર ગામ ના લોકો હતા તે સમાધાન કરી ચાલ્યા ગયા હતા આ બાબતે હોટલ સંચાલક ને પૂછતાં તેવો એ હવે પછી આવી ઘટના નહિ બને નું જણાવ્યું હતું પણ વડોદરા આરોગ્ય વિભાગ  શહેર માં આગામી દીપાવલી ના તહેવારોમાં હોટલોમાં સઘન ચેકિંગ કરી રહ્યા છે ત્યારે તાલુકા કક્ષાના આરોગ્ય અધિકારી ઓ અને વહીવટીતંત્ર ના યોગ્ય આરોગ્યલક્ષી ધારાધોરણ વગર રાતોરાત સાવલી ગોઠડા ચોકડી થી ટીમ્બા રોડ પર ધોળેશ્વર મહાદેવ સુધી અસંખ્ય ખાણીપીણી ની ઉભી થયેલ હાટડીઓ માટે સાવલી નું તંત્ર ક્યારે સજાગ થશે.

Share This Article