પાકિસ્તાન રમી રહ્યું છે નાપાક ચાલ

admin
1 Min Read

એકબાજુ દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ દિવસેને દિવસે વધુ ફેલાઈ રહ્યુ છે. જેને રોકવા માટે સેનાના જવાનો પણ અભિયાનમાં જોડાયા છે. તો બીજીબાજુ એલઓસી પર પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનો ભંગ પણ કરવામાં આવી રહ્યો છે જેની સામે ભારતીય સેનાના જવાનો જડબાતોડ જવાબ આપી રહ્યા છે.

ત્યારે પાકિસ્તાન હવે કોરોનાના ચેપગ્રસ્ત લોકોને કાશ્મીરમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યુ હોય તેવા ઈનપુટ સામે આવ્યા છે.  ભારતીય ગુપ્તચર એજન્સીઓને ઇનપુટ પ્રાપ્ત થયા છે કે પીઓકેમાં આતંકવાદીઓ ઉપરાંત મોટી સંખ્યામાં કોરોના વાયરસથી સંક્રમિત લોકો પણ કાશ્મીરમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમનો હેતુ ખીણમાં સંક્રમણ અને ભય ફેલાવવાનો છે.

પાકિસ્તાને પણ આ પગલા હેઠળ સરહદમાં ઘૂસણખોરીના પ્રયાસો તેજ કર્યા છે. એટલુ જ નહીં છેલ્લા કેટલાક સમયથી એલઓસી પર પાકિસ્તાન દ્વારા સીઝફાયર ઉલ્લંધનના બનાવો પણ વધી રહ્યાં છે.  પાકિસ્તાની સેના ગોળીબારની આડમાં આતંકવાદીઓ ઉપરાંત કોરોનાથી સંક્રમિત લોકોને ભારતમાં ઘૂસણખોરી કરાવવાનો પ્રયાસ કરી રહી છે.

જો કે, ભારતીય સેનાની અસરકારક કાર્યવાહીને કારણે તેના પ્રયાસો નિષ્ફળ રહ્યા છે. જોકે, જમ્મુ કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે પાકિસ્તાનના નવા ષડયંત્રને ચિંતાનો વિષય ગણાવ્યો છે.

Share This Article