એક મહિનાથી બંધ રહ્યું ભારત, દેશની બદલાઈ હવા અને પ્રદૂષણમાં પણ થયો ઘટાડો

admin
2 Min Read

કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં હાલ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે જેને આજે 30 દિવસ પૂરા થઈ ગયા છે. વિચારીને જ અચંબો લાગે છે કે, જે વસ્તુ કોઈ જ ન કરી શક્યું તે વસ્તુ આ કોરોના વાયરસએ કરીને બતાવી દીધી. હા, આ કોરોના વાયરસના કારણે આજે પ્રકૃતિ ખીલી ઉઠી છે. આ કોરોના વાયરસે નુકશાન પણ એટલુ જ કર્યું છે. આ વાયરસના કારણે અનેક લોકો એ પોતાના જીવ ગુમાવ્યા છે. તેમજ આજે આ વાયરસે લોકોને ઘરમાં જ પૂરી દીધા છે. તો આવો આજે આ એક મહિનામાં લોકડાઉનથી શું અસર થઈ તેના વિશે જાણીએ.કોરોનાના ડરથી બધુ બંધ થઈ ગયું છે. એક મહિનાથી લોકો ઘરમાં બંધ છે. ટ્રેનો સ્ટેશનો પર, પ્લેન બધા એરપોર્ટ પર છે, બસો બધી બંધ પડી છે. દુકાનો ગ્રાહકો વગર બંધ પડી છે. આ બધાની વચ્ચે કોરોનાનોનું એક પક્ષી પણ ફરી રહ્યું છે. તેનાથી એક સબક પણ મળ્યો છે અને પરિવર્તનની અપેક્ષા પણ છે. તેનાથી પ્રકૃતિમાં ઘણો ફેર પડ્યો છે. હવા પહેલાં કરતાં ચોખ્ખી થઈ ગઈ છે, નદી કિનારાથી ગંદકી ગાયબ થઈ ગઈ છે. રસ્તાઓ પર ભીડ નથી. શહેર સ્વચ્છ અને ચોખ્ખા લાગી રહ્યા છે. દિલ્હીને જ જુઓ તો લાગે કે, દિલ એ જ છે-બસ ધબકારા વધી ગયા છે. બનારસને જોઈએ તો એવું લાગે છે કે, બસ રસ એ જ છે, વલણ નવું છે.ત્યારે અનેક એવી ઘટનાઓ પણ છે જેને લોકોને ખૂબ દુખી પણ કર્યા છે. જેવા કે, ગુજરાતમાં કોરોનાના કારણે પહેલું મોત ૨૨મી માર્ચે સુરતમાં નોંધાયું હતું. ત્યારબાદ ગત એક મહિનામાં ગુજરાતમાં કુલ ૧૦૩ મોત નોંધાયા છે. દેશોમાં કોરોનાના કારણે થનારા મોતનો દર ત્રણ ટકા છે, જ્યારે ગુજરાતમાં આ મૃત્યુદર ચાર ટકા છે.તેમાં પણ સૌથી વધુ ૬૨ મોત અમદાવાદમાં નોંધાયા છે. કોરોના વાઇરસના કારણે ગુજરાતમાં સર્જાયેલી મહામારી વધુને વધુ વિકટ બનતી જાય છે.  સુરતમાં ૨૨મી માર્ચે ૬૫ વર્ષીય કોરોના પોઝિટિવ વદ્ધનું મોત થયું હતું. આ ઘટનાનાએ આજે એક મહિનો પૂર્ણ થયો છે અને રાજ્યમાં ૧૦૩ મોત નોંધાયા છે. જે પૈકી સૌથી વધુ ૬૨ મોત અમદાવાદમાં નોંધાયા છે.

 

 

 

 

 

 

Share This Article