પીએમ મોદી 27 એપ્રિલે કરશે મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા, તો શું લોકડાઉન લંબાવાશે?

admin
1 Min Read

દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 એપ્રિલે ફરી એકવાર રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિડિયો કોન્ફરન્સ મારફતે સંવાદ કરશે. આ ચર્ચામાં તમામ રાજ્યોના અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ જોડાશે.

વડાપ્રધાન મોદીએ ગત વખતે 11 એપ્રિલે મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી અને ત્યારબાદ તેમણે લોકડાઉનની સમય મર્યાદા વધારવા પર ચર્ચા કર્યા બાદ લોકડાઉનને 3 મે સુધી લંબાવ્યુ હતું. ત્યારે હવે એવો સવાલ પણ થઈ રહ્યો છે કે શું 27 એપ્રિલે યોજાનાર મુખ્યમંત્રીઓ સાથેની બેઠકનો મુખ્ય મુદ્દો લોકડાઉનની સમય મર્યાદા વધારવાનો જ હશે?

મહત્વનું છે કે,  પીએમ મોદી 27 એપ્રિલે વિડિયો કોન્ફરન્સિંગ મારફતે કોરોના વાયરસ સંક્રમણ અને લોકડાઉન અંગે ચર્ચા કરવાના છે. આપને જણાવી દઈએ કે આ પહેલા વડાપ્રધાને 3 મે સુધી દેશમાં લોકડાઉન જાહેર કર્યુ હતું…

જોકે તેલંગાણા સરકારે લોકડાઉનની સમય મર્યાદા વધારીને 7 મે કરી દીધી છે..ત્યારે હવે શું વડાપ્રધાન મોદી સાથેની બેઠકમાં કેટલાક રાજ્યો લોકડાઉન લંબાવવા અંગે પણ માંગ કરે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

Share This Article