કોરોના સંક્રમણના જોખમને ખાળવામાં ભારત ચીનથી આગળ, જાણો કઈ રીતે…

admin
2 Min Read

કોરોનાના કારણે વિશ્વભરમાં અફડાતફડી મચી છે. દોઢ લાખથી વધુ લોકોનાં મોત થઇ ગયાં છે. જોકે દરેક દેશ તેનો સામનો કરવાના પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે હોંગકોંગની દિગ્ગજ એજન્સી ડીપ નોલેજ ગ્રૂપે 200 દેશોનું વિશ્લેષણ કર્યું. જેમાં લોકોની સુરક્ષા, સારવાર, સરકારી મેનેજમેન્ટ, આરોગ્ય સેવાઓ જેવા 76 માપદંડોના આધારે તેમની સ્થિતિનું મૂલ્યાંકન કર્યું.

 

ત્યારે આપને જણાવી દઈએ કે, ભારતમાં વિદેશથી આવતા લોકોનું એરપોર્ટ પર સ્કિનિંગ કરવામાં આવતું હતું  ત્યાં સુધી ભારતીયો કોરોના વાયરસ અંગે ખૂબજ ઓછું જાણતા હતા. કોરોના વાયરસ માટે ભારતમાં પ્રથમ વાર માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયાના રવીવારે જનતા કર્ફયુની જાહેરાત કરવામાં આવી ત્યાં સુધી પણ  હળવાશથી લેવામાં આવતું હતું.  થાળીઓ ખખડાવવાની સાથે  જાણે કે કોરોના સામે વિજય મેળવ્યો હોય એવો ઉન્માદ પણ લોકોમાં જણાતો હતો પરંતુ ત્યાર પછી   21 દિવસના દેશ વ્યાપી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી ત્યારે કોરોના વાયરસની ગંભીરતા ધ્યાનમાં આવી હતી.

લોકડાઉનના પણ શરુઆતના 4 થી 5 દિવસો એકદમ અફરાતફરીના રહયા હતા જેમાં વિવિધ શહેરોમાં રહેતા શ્રમિકોએ વતનની વાટ પકડતા નાના રસ્તાઓ અને હાઇવે શ્રમિકોથી ઉભરાયા હતા. લોકડાઉનના પગલે રોજની મજૂરી મળવી બંધ થઇ જતા ગરીબો શહેર છોડવા મજબૂર બન્યા હતા. 21 દિવસના લોકડાઉન પાછળ ગણતરી એવી હતી કે કોરોના વાયરસના સંક્રમણનો વધુમાં વધુ લક્ષણ પ્રગટ થવાનો પીરિયેડ 14 દિવસનો છે આથી લોકડાઉન લોકો પાળશે તો સોશિયલ ડિસ્ટન્સિસના કારણે નવા કેસો બનતા અટકી જશે જયારે જે લોકો સંક્રમિત થયા છે તેમના ટેસ્ટ કરીને સારવાર આપીને કોરોનાને નિયંત્રણમાં રાખી શકાશે.

કોરોના વાયરસ હવામાં નહી પરંતુ સંક્રમિત વ્યકિત દ્વારા ફેલાતો હોવાથી કોરોના વાયરસની સાંકળ તોડવા લોકડાઉન અમોઘ શસ્ત્ર સમાન છે.   ફોર્બ્સમાં પ્રકાશિત આ રિપોર્ટ મુજબ સુરક્ષાના મામલે ઇઝરાયલ પ્રથમ, જર્મની બીજા અને ચીન પાંચમા સ્થાને છે. ભારત ટોપ 40માં પણ નથી, પરંતુ સંક્રમણના જોખમને ખાળવામાં ભારત ચીનથી આગળ છે. 20  દેશોમાં 15મા સ્થાને છે.

Share This Article