કોરોના વાઈરસની રસી થઈ તૈયાર, આવતીકાલે આ દેશ કરશે પરિક્ષણ

admin
2 Min Read
Image of Hand holds Coronavirus Covid-19 Vaccine glass bottle.

કોરોના મહામારીથી આખા વિશ્વમાં તેની વેક્સિન તૈયાર કરવા માટે મહેનત કરવામાં આવી રહી છે. આ વચ્ચે સારા સમાચાર આવી રહ્યા છે કે બ્રિટને કોરોના વાયરસ સામેની લડતમાં રસીનો દાવો કર્યો છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર એન્ડ્ર્યુ પોલાર્ડે આ રસી તૈયાર કરી છે. આ રસીનું આવતી કાલે માનવ પરિક્ષણ થવાનું છે. વિશ્વભરમાં કોરોનાના હાહાકાર વચ્ચે આ પહેલ આશાની કિરણ સમાન લાગે છે.

 

યુકેના આરોગ્ય સચિવએ પણ આ રસી માટેની ઉચ્ચ આશા વ્યક્ત કરી છે. મહત્વનુ છે કે, એશિયામાં મહામારીથી 15 હજાર 523 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 4 લાખ 12 હજાર 247 લોકો સંક્રમિત છે. તુર્કીમાં 95 હજાર 591 લોકો સંક્રમિત છે. જ્યારે 2259 લોકોએ જીવ ગુમાવ્યા છે. સંયુક્ત રાષ્ટ્રે ચેતવણી આપી છે કે મહામારીના કારણે વિશ્વમાં ઘણા દેશોમાં દુષ્કાળ પડવાનું જોખમ છે. વિશ્વ ખાદ્ય કાર્યક્રમના પ્રમુખ ડેવિડ બેસ્લેએ કહ્યું હતું કે 30થી વધારે વિકાસશીલ દેશોએ દુષ્કાળને રોકવા માટે કાર્યવાહી કરવી જોઈએ. આ સંકટના કારણે લગભગ 26.5 કરોડ લોકોએ ભુખમરીનો સામનો કરવો પડી શકે છે.

ફૂડ ક્રાઈસિસના ચોથા રિપોર્ટમાં યમન, કોંગો, અફઘાનિસ્તાન, વેનેઝુએલા, ઈથિયોપિયા, દક્ષિણ સુદાન, સીરિયા, નાઈઝીરીયા અને હૈતીનો સમાવેશ કરાયો છે. મહામારી પહેલા પણ પૂર્વ આફ્રિકા અને દક્ષિણ એશિયાના અમુક ભાગમાં દુષ્કાળથી ગંભીર ખાદ્ય  સંકટ હતું. એક વીડિયો કોન્ફરન્સ દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના બેસ્લેએ કહ્યું કે વિશ્વએ બુદ્ધિથી અને ઝડપથી કામ કરવું પડશે. વાસ્તવિકતા એ છે કે આપણી પાસે વધુ સમય નથી.

થોડા મહિના પછી આપણી સામે દુષ્કાળ જેવી સ્થિતિ હશે. ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રોજેક્ટ અંતર્ગત, માર્ચના અંતમાં 18થી 55 વર્ષના તંદુરસ્ત લોકોને ક્લિનિકલ ટ્રાયલ્સ માટે નિયુક્ત કરવાના શરૂ કર્યા હતા. માર્ચના અંતે, ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં જેનર ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર એડ્રિયન હિલએ જણાવ્યું હતું કે, આવનારા સમયમાં થનાર કોવિડ 19 વિરુદ્ધ રસીકરણની સફળતા માટે મહત્ત્વના સાબિત થશે.

 

Share This Article