શહેરાની છાણીપ ચોકડી પાસે સોમવારની રાત્રે બે બાઈક વચ્ચે અકસ્માતમાં જેમાં ત્રણ યુવાનોના ઘટના સ્થળે મોત નિપજયા હતા. જ્યારે બેને શરીરે ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે વડોદરા ખસેડયા હતા. પોલીસ દ્વારા ફ્રીયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.શહેરા તાલુકાના મોરવા રેણા તરફ્ જતા માર્ગ ઉપર સોમવારની રાત્રીએ છાણીપ ચોકડી પાસે બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બે બાઇકના ચાલક સહિત પાછળ બેઠેલા કુલ પાંચને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં બે બાઈક ચાલક સહિત એક પાછળ બેઠેલનું ઘટના સ્થળે મોત નિપજયા હતુ. જ્યારે રીન્કુ રાવળ અને ભાવેશ રાવળને શરીરે ગંભીર ઈજા થતાં ૧૦૮ દ્વારા સારવાર માટે રેફ્રલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં ગોધરા રીફ્ર કર્યા બાદ તબિયત લથડતા વધુ સારવાર માટે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં રાકેશભાઈ કિશોરભાઈ રાવળ,નાથુભાઈ રણછોડભાઈ વણઝારા અને દીપકભાઈ બાબુભાઈ વણઝારાનાં ઘટના સ્થળ પર મોત નિપજ્યાં હતાં. મોતને ભેટેલા ત્રણ યુવાનોના પરિવારજનો સાથે સગા સંબંધીઓમાં ઘેરો શોક છવાયો હતો પોલીસ દ્વારા ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.છાણીપ ચોકડી પાસે બે બાઈકને અકસ્માત થયો હતો તે સ્થળની નજીકમા એક ઇન્ડીગો કારમા આગ લાગી હતી. ચાલક સહિત અંદર બેઠેલનો આબાદ બચાવ થયો હતો. બાઈક અકસ્માતમાં મોતને ભેટેલા ત્રણ યુવાનોના પરીવારજનોએ કાર સાથે બાઈકનો અકસ્માત થયો હોવાનો આક્ષેપ લગાવ્યો હતો જેને લઈને પોલીસ દ્વારા તપાસ નો દોર શરૃ કર્યો હતો.
- Advertisement -
Latest News
- Advertisement -