પંચમહાલ : સાજીવાવ પ્રાથમિક શાળાએ પરીક્ષામાં કર્યો અનોખો પ્રયોગ

admin
1 Min Read

સાજીવાવ ગામે આવેલી પ્રાથમિક શાળામાં કુલ ધોરણ ૧ થી ૮ આવેલા છે. તેમજ આ શાળાના તમામ વર્ગખંડો સી.સી.ટી.વી.કેમેરા લગાડવામાં આવ્યા છે.તેમજ આ શાળામાં આચાર્ય સહિત કુલ ૧૪ શિક્ષકો ફરજ બજાવી રહયા છે. આ શાળા અને શાળામાં અભ્યાસ કરતા બાળકોની સલામતી માટે આચાર્ય દ્વારા શાળા વ્યવસ્થાપન સમિતી તેમજ ગ્રામજનો સમક્ષ શાળાના વર્ગખંડો સહિત કમ્પાઉન્ડમાં સી.સી.ટી.વી.કેમેરા લગાડવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ શાળા વ્યવસ્થાપન સમિતિ અને ગ્રામજનોએ સહર્ષ સાથે સ્વીકારવામાં આવ્યો. તેને લઈ શાળાના બાળકો પણ સુરક્ષિત બન્યા છે. શાળામાં અભ્યાસ કરતા બાળકો ભવિષ્યમાં બોર્ડ સહિતની પરીક્ષાઓ મુક્ત પણે આપી શકે તે હેતુથી નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં સ્ક્રીન સ્ટ્રીમ મિરર નામની મોબાઈલ એપની મદદથી સાજીવાવ પ્રાથમિક શાળા નામના ફેસબુક પેજ પર પોતાના બાળકોને પરીક્ષા આપતા બાળકોને લાઈવ જોઇ શકે છે. આ નવતર અભિગમને ગામના વાલીઓ પણ આવકારી રહયા છે.આ ઉપરાંત શાળાની તમામ માહિતી ડિજીટલાઈઝેશન કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓની તમામ માહિતીનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવ્યો છે. જેથી જરૂરી માહિતી તરત જ મળી જાય અને આ શાળા ખાનગી તેમજ સરકારી શાળા માટે પણ પ્રેરણાસ્ત્રોત બની છે. આ શાળાએ ખરા અર્થમાં ડિજિટલ ઈન્ડિયાની વ્યાખ્યાને સાર્થક કરી બતાવી છે.

Share This Article