ડીસા : કોલેજમાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા રજૂઆત

admin
2 Min Read

ડીસાની કોલેજના બહાર માસ્ક પહેરેલા ત્રણ યુવાનો વિદ્યાર્થીઓની પાછળ દોડતા વિડીયો વાયરલ થતાં ચકચાર મચી જવા પામી હતી એકવીસમી સદી શિક્ષણની સદી કહેવામાં આવે છે ત્યારે શહેરી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણનો વ્યાપ વધ્યો છે જેમાં દીકરીઓને ભણાવવા સૌ કોઈ આગળ આવી રહ્યા છે પરંતુ બદલાતા જમાનાની સાથે દીકરીઓની સુરક્ષા આપવાનું ખૂબ જ વધી ગયું છે આજના મોબાઈલ યુગમાં વારંવાર અવનવા કિસ્સાઓ જોવા મળી રહ્યા છે ત્યારે ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કેમ્પસ ના બહાર ના રસ્તા પર ત્રણ યુવાનો માસ્ક પહેરી ને રસ્તા પર જતી વિદ્યાર્થીનીઓની પાછળ દોડતા હોવાનો વિડીયો વાયરલ થતા સમગ્ર ડીસામાં ચકચાર મચી જવા પામી હતી જેને લઇ કેટલાક સંગઠનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ત્યારે અખિલ વિદ્યાર્થી પરિષદ દ્વારા પણ આ રીતના અસમાજિક તત્વો દ્વારા જાહેર રસ્તા ઉપર વિડીયો ઉતારી બહેન દીકરીઓની મશ્કરી કરતા અસામાજિક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા કોલેજ માં તથા ડીસા સીટી દક્ષિણ પોલીસ વિભાગના પોલીસ ઇન્સ્પેકટરને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવાની રજૂઆત કરવામાં આવી હતી આ બાબતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ડીસાના નગર મંત્રી અંકુરભાઇ દેસાઈએ જણાવ્યું હતું કે ડીસા શહેરમાં આવેલી મોટી શૈક્ષણિક સંકુલોમાં પોલીસ દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવે તે જરૂરી છે અને શાળા કોલેજ ની બહાર અડ્ડો જમાવી બેસતા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી….

Share This Article