પંચમહાલ : તંત્રની બેદરકારી આવી સામે

admin
1 Min Read

ગોધરા શામળાજી સ્ટેટ હાઈવે રોડ પર આવેલ શહેરા તાલુકાના ડોકવા ગ્રામ પંચાયત પાસે વિકાસ કાર્યની વિગતો દર્શાવતો બોર્ડ આડુ મૂકી રાખવામાં આવેલ છે અને આ બોર્ડની આસપાસ ગંદકીઓના દ્રશ્યો દેખાઈ રહ્યા છે.દરેક ગ્રામ પંચાયતના વિકાસ કાર્યોની નોંધ સાથે ૪૫ હજાર રૂપિયાના ખર્ચાઓ સાથે વિશાળ બોર્ડ લગાડવાનો કારભાર સુપ્રત કરવામાં આવ્યો હતો.પરંતુ ગોધરા શામળાજી સ્ટેટ હાઈવે પર શહેરા તાલુકાના ડોકવા ગ્રામ પંચાયતનુ આ બોર્ડ આડુ મૂકી તો દેવામાં આવ્યું છે પરંતુ સ્વચ્છતાના ચુસ્ત આગ્રહી પૂજ્ય બાપુના આદેશોનો લાંછન લગાડતા આજના જાહેર દ્રશ્યોમાં ઘરની આસપાસ ગંદકી અને સ્વચ્છતાનો અભાવ પણ જોઈ શકાય છે.આથી કહી સકાય છે કે તંત્ર પોતોની જવાબદરીઓથી તો છેડો ફાડે જ છે પણ પોતાના કરેલા આંગળીના વેઠે ગણી સકાય તેવા કામોને પણ દર્શાવતા બોર્ડની પણ સંભાળ લાવામાં બેદરકારી દાખવે છે.

Share This Article