પંચમહાલ : ગોધરા પાસેથી ઝડપાયો દારુનો જથ્થો

admin
1 Min Read

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ દારૂ ઝડપાવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. થોડા દિવસો પહેલા જ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુજરાતમાં દારૂબંધીને લઈને સવાલ ઉઠાવ્યા હતા. ત્યારબાદથી ગુજરાતમાં રાજકારણ ગરમાયુ છે અને દારુબંધીને લઈને સરકાર સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. તેવામાં પંચમહાલના ગોધરા પાસેથી દારુનો મોટી માત્રામાં જથ્થો ઝડપાયો છે. ગોધરા એલસીબી પોલીસે નાકાબંધી દરમિયાન 2 લાખથી વધુની કિંમતનો ઈંગ્લિશ દારુના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ, પંચમહાલ ગોધરા એલીસીબી સ્ટાફે ચોક્કસ બાતમીના આધારે દાહોદના લીમડીથી ગોધરા થઈને આણંદ જઈ રહેલ જી.જે.૧૯.ટી.ર૮૯૧ નંબરના આઈસર ટેમ્પોને રોકીને તલાશી લીધી હતી. તપાસ દરમિયાન ટેમ્પામાં ગુપ્તખાનુ બનાવી ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હતો. પોલીસે વિદેશી દારુની પેટીઓ, બિયરના ટીન મળી કુલ 2280 નંગ બોટલ કબજે કરી હતી, જેની કુલ કિંમત 2 લાખ 8 હજાર થવા પામે છે. સાથે જ પોલીસે ટેમ્પો ચાલકની પણ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હાથ ધરી હતી.

Share This Article