શહેરામાં આવેલા કેશવ ગ્રાઉન્ડ ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો.તેમા મૂખ્ય અતીથી તરીકે રાજયકક્ષાના પ્રધાન બચુભાઇ ખાબડે ત્રિરંગો લહેરાવીને સલામી આપી હતી.અને વિવિધ શાળાના બાળકોએ રંગારંગ કાર્યક્રમનુ આયોજન કર્યુ હતુ.અને દેશભક્તિના ગીત રજુ કરીને ઉપસ્થિતોના મનમોહિ લીધા હતા.જીલ્લામાં શ્રેષ્ઠતમ કક્ષાએ દેખાવ કરનારા વિદ્યાર્થીઓને સન્માનપત્ર સાલ મોમોન્ટો આપીને સન્માન કરવામાં આવ્યા હતા.કાર્યક્રમમા જીલ્લા વિકાસ અધિકારી એ.જે.શાહ જીલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ શહેરા તાલુકા ના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ સહિત શહેરા પ્રાંત, શહેરા મામલતદાર, શહેરા તાલુકા વિકાસ અધિકારી શહેરા નગરપાલિકા ના અન્ય અધિકારીઓ અને વિવિધ શાળાના બાળકો સિનીયર સીટીજનો ઊપસ્થીત રહ્યા હતા.
- Advertisement -
Latest News
- Advertisement -