પંચમહાલ જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા પ્રધાન મંત્રી ફસલ વીમા યોજના હેઠળ જુદા જુદા પાકની કાપણીના અખતરા કરીને પાક ઉત્પાદન નક્કી કરવામાં આવતું હોય છે. આ વખતે ખેતીવાડી કચેરી દ્વારા શહેરા તાલુકાના ખરેડીયા ગામમાં આવેલ પરમાર જશવંતભાઈ સરદારભાઈના ખેતરની પસંદગી કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર અમિત અરોરા, જિલ્લાવિકાસ અધિકારી એ.જે. શાહ, પ્રાંત અધિકારી ડી. એમ. દેસાઈ, મામલતદાર મેહુલ ભરવાડ અને ખેતીવાડી અધિકારી જે.ડી. ચારેલ તેમજ નાયબ ખેતી નિયામક ડી.એચ. રબારી સહિતના અધિકારીઓએ આ ગામની મુલાકાત લીધી હતી અને તેઓની ઉપસ્થિતિમાં ડાંગરના ખેતરમાં પાંચ મીટર લંબાઈ અને પહોળાઈની જગ્યામાં પાકની કાપણી ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ ડાંગરને ઝુડવામા આવી ને તેનુ વજન કરવામાં આવ્યું હતુ. કાપણીના અખતરા બાદ આ વખતે ડાંગર પાકનું ઉત્પાદન સારું થશે તેવી આશા જોવા મળી હતી. જિલ્લા કલેકટર અમિત અરોરા સહિત અન્ય કચેરીના અધિકારીઓ સાથે ગામના સરપંચ ઝવેરભાઈ ભુરાભાઈ બારીયા અને જાગૃત ખેડૂત સોલંકી છત્રસિંહ તેમજ પૂજા ભાઈ વણકર સહિત તલાટી ગીતાબેન ભ્રમાત, હર્ષદ ભાઈ પટેલ, નાયબ મામલતદાર એન. એન. બારીઆ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આ ગામની મુલાકાત બાદ જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓએ અણિયાદ અને મોરવા રેણા ગામની ગ્રામ પંચાયતની મુલાકાત પણ લીધી હતી.
- Advertisement -
Latest News
- Advertisement -