પંચમહાલ જીલ્લાના ડાંગરની કાપણી શરુ થઈ રહી છે. જીલ્લાના શહેરા પંથકમાં સૌથી વધુ પ્રમાણમાં ડાંગરની ખેતી થાય છે. ત્યારે હાલ ખેડૂતો પોતાના ખેતરમા ડાંગરની કાપણીનુ કામકાજ પરીવાર સાથે કરી રહ્યા છે. આ વખતે ચોમાસુ સારુ પણ રહ્યુ તેના કારણે પાક સારો પણ થયો છે.પણ પાછલા મહિનાઓમાં માવઠાના કારણે ખેડુતોના ડાંગરના પાકને નુકશાન પણ થયુ છે. હાલ ડાંગરની કાપણી શરુ થઈ ગઈ છે. ખેડુતોનુ કહેવુ છે કે ડાંગરના પાકમાં બિયારણ સહિતનો ખર્ચો પણ થાય છે, હવે પાક તૈયાર થઈ ગયા બાદ તેનો ભાવ મળતો નથી. બજારમા ડાંગરનો ભાવ ૨૬૦ રૂપીયા મણનો છે. તે ભાવ આવી કારમી મોંધવારીમાં પરવડતો નથી. તેવું પણ ખેડૂતોનુ કહેવું છે. સરકાર દ્રારા જે ભાવ નક્કી કરવામા આવે છે તેમા પણ વધારો કરવો જોઇએ તેવું ખેડૂતોનું કહેવું છે. ઉલ્લેખનીય છે કે ક્કામોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને ખૂબ મોટા પ્રમાણમાં નુકશાન વેઠવું પડ્યું છે. તે સિવાય ખેડૂતો દ્વારા લેવામાં આવેલા વીમાઓ પણ સમયસર મળી રહ્યા નથી તેના કારણે પણ ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે.