પંચમહાલ જીલ્લાની શહેરા તાલુકા સાજીવાવ ગામે પ્રાથમિક શાળામાં કુલ ૧ થી ૮ ધોરણ આવેલા છે. તેમજ શાળાના વર્ગખંડો સીસીટીવીથી સજજ છે. અહી આચાર્ય સાથે મળીને કૂલ ૧૪ શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે. શાળા અને બાળકોની સલામતી માટે તેમને શાળા વ્યસ્થાપન સમીતી તેમજ ગ્રામજનો સમક્ષ શાળાના કમ્પાઉન્ડમાં સીસીટીવી લગાવાનો પ્રસ્તાવ મૂકવામા આવ્યો જેમા ગ્રામજનો લાગ્યુ કે બાળકો અને શાળા કમ્પાઊન્ડની પણ સલામતી થશે. આચાર્યના નવિન પ્રસ્તાવને ગ્રામજનો દ્રારા પણ સ્વીકારી લેવામા આવ્યો. જેમા પ્રથમ શાળા કમ્પાઉન્ડમા સીસીટીવી કેમેરા લગાવ્યામાં આવ્યા. તેનાથી શાળાનુ કમ્પાઉન્ડ અને બાળકો પણ સુરક્ષિત બન્યા. ત્યારબાદ શાળાના તમામ વર્ગખંડોમાં ૧૩ સીસીટીવી કેમેરા લગાવામા આવ્યા છે. હાલ શાળાની પ્રથમ વાર્ષિક પરીક્ષા ચાલી રહી છે. શાળાના આચાર્ય દિપકભાઇ પંચાલ ટેકનોસેવી છે. સતત નવૂ કરતા રહેવૂ તેમની ખેવના છે. શાળામા અભ્યાસ કરતા બાળકો ભવિષ્યમાં બોર્ડ સહિતની પરિક્ષા મૂકતપણે આપી શકે તે હેતુથી નવતર અભિગમ હાથ ધરવામા આવ્યો. જેમા Screen streem mirror નામની મોબાઇલ એપની મદદ લેવામા આવી. જેના વડે વાલીઓ “સાજીવાવ પ્રાથમિક શાળા” નામના ફેસબૂક પેજ પર પોતાના પરીક્ષા આપતા બાળકોને લાઇવ જોઇ શકે છે. ગામના વાલીઓ પણ શાળાના આ નવતર પ્રયોગને આવકારી રહ્યા છે.
- Advertisement -
Latest News
- Advertisement -