પંચમહાલ- ચીલઝડપના ગુનાના આરોપીને મૂદ્દામાલ સાથે એસઓજી પોલીસે ઝડપી પાડ્યો

Subham Bhatt
1 Min Read

ગોધરા ટાઉન એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ચીલ ઝડપના ગુન્હામાં ગયેલ મુદ્દામાલ તથા આરોપીઓનેગણતરીના કલાકોમાં પંચમહાલ એસ.ઓ.જી. પોલીસે પકડી પાડ્યો હતો. એસઓજીટીમને બાતમી મળી હતી કે બે ઈસમો નામેઅશરફ ઈકબાલ બધુ તથા સૌર રમજાની બક્કર બન્ને રહે. મગોધરા નાઓ કોઇક જગ્યાએ થી ચોરી કરી મુદ્દામાલ પોતાના ઘરેછુપાયેલ છે. અને તેઓ પોતાના ઘરે હાલમાં હાજર છે, ઉપરોકત બાતમી આધારે એસ.ઓ.જી.ટીમે તપાસ હાથ ધરતા તેઓનેબાતમી હકીકતથી વાકેફ કરી કાયદેસર કરવા સુચના કરતા તેઓ બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા (૧)અશરફ ઈકબાલ બધુ રહે.

Panchmahal: Accused of speeding was nabbed by SOG police

ગુસ્લીમ બી સોસાયટી ગોધરા નાનો તેના ઘરે મળી આવેલ તેના ઘરની ઝડતી કરતા એક કાળા કલરની થેલીમાં રોકડારૂપિયા રૂ.૧.૦૩.૧૫૦/- તથા OPP0 મોબાઈલ ફોન મળી આવેલ જેની કી.રૂ।.૧૦,૦૦૦/- ની તથા (૨) સમીર મજાનીવક્કરના ઘરે તપાસ કરતા સદર ગુન્હામાં વપરાયેલ પલસર-૨૦૦ મોટરસાઇકલ કિ.રૂા.૧,૦૦,૦૦૦/- ની મળી આવેલ કુલમુદ્દામાલ કિ.રૂા.૨,૨૦,૧૫૦/ ની સાથે ૨ આરોપીઓને પકડી લઇ તેઓને CRPC ૪૧ (૧)(ડી),૧૦૨ મુજબ અટક કરી આગળની કાર્યવાહી સાફ ગોધરા ટાઉન બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે.

Share This Article