પંચમહાલ- જાંબુઘોડાના પીપીયા ગામેથી પત્તા પ્રેમીઓ ઝડપાયા

Subham Bhatt
1 Min Read

પંચમહાલ જિલ્લાના જાંબુઘોડાના પીપીયા ગામે મરઘા કેન્દ્ર પાસેથી પોલીસે પત્તાપાનાનો જુગાર રમતાં ૭ ઈસમોને ઝડપીપાડયા. જાંબુઘોડા પોલીસ મથકના પીએસઆઇ જે.બી ઝાલા પોતાના સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કેતાલુકાના પીપીયા ગામે આવેલ મરઘા કેન્દ્રની બાજુમાં ખુલ્લી જગ્યામાં લીમડાના ઝાડ નીચે કેટલાક ઇસમો ગંજીપાનાનો હારજીતનો પેસા વડે જુગાર રમે છે

Panchmahal- Card lovers were caught from Jambughoda's Pipiya village

જે બાતમીના આધારે પોલીસે પીપીયા ગામે પહોંચી બાતમી વાળા સ્થળે છાપો મારી જુગારરમતાં ૭ ઈસમો ભારતભાઈ જેસીંગભાઇ નાયક,રણજીતભાઇ વિષ્ણુભાઈ નાયક,ઇલેવનભાઈ અશોકભાઈ રાઠવા, શૈલેષભાઈછગનભાઈ નાયક નાયક,નટુભાઈ વિક્રમભાઈ નાયક,મુકેશભાઈ રામસિંહ નાયક અને પુનમભાઈ રણછોડભાઈ બારીયાને ઝડપી પાડયા હતા જેમાં પોલીસે ઝડપાયેલા ૭ આરોપીઓની અંગ ઝડતી કરી ૩૫૭૦/- રૂપિયા રોકડ રકમ દાવ પર લાગેલ ૫૦૫ રોકડરકમ અને ૩ મોબાઈલ ૮૫૯૦ રૂપિયા મળી કુલ ૧૨,૫૭૫ રૂપિયાનો મુદ્દામાલ સાથે ૭ આરોપીઓની અટકાયત કરી તેઓની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.

Share This Article