પંચમહાલ : ડીજે પર ત્રાટકવાનો સિલસિલો યથાવત, 6 લોકોની ધરપકડ કરી

admin
1 Min Read

પંચમહાલ જીલ્લાના હાલોલ રૂરલ પોલીસ મથકની ટીમ ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીગમાં હતી. ત્યારે અભેટવા ગામ પાસે આવતા જોરજોરથી ડીજે વાગવાનો અવાજ આવતા પોલીસે તે જગ્યાએ તપાસ કરતા અભેટવા ગામે એક આઈશરમાં મુકેલ ડીજે લાઈટીંગના તાલે કેટલાક લોકો ટોળે વળી નાચી રહ્યા હતા.

 

 

જેમાં સોસિયલ ડિસન્ટ ન જાળવી જાહેરનામાનો ભંગ થતા પોલીસે ઘટના સ્થળે જતા નાચગાન કરતા લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી. જેમાં સ્થળ પરથી ડીજેના ચાલક દીનેશકુમાર રગીતસિંહ પરમાર તેમજ અન્ય પાંચ ઈસમો સુભાષભાઈ પરમાર,પ્રકાશ પરમાર, મિતેષ પરમાર, વિઠ્ઠલ ગોહિલ અને હરીશભાઈ પરમારનાઓ સામે ડીજેના સાધનો તેમજ આઈશર મળી કુલ.3,04,000 ના મુદ્દામાલ સાથે અટકાયત કરી ઝડપાયેલા તમામ આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Share This Article