પંચમહાલ : ગોધરા સિવિલ હોસ્પિટલમાં સીટી સ્કેન મશીન તો છે! પણ…. ધુળ ખાઈ રહ્યું છે

admin
1 Min Read

ગોધરા સિવિલ હોસ્પિટલમાં સીટી સ્કેન મશીન હોવા છતાં તબીબના અભાવે ધુળ ખાઈ રહ્યું છે. સિવિલ હોસ્પિટલમાં સીટી સ્કેન મશીન કાર્યવંત કરાવવામાં સિવિલ હોસ્પિટલના સત્તાધિશો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા હોય તેમ લાગતું નથી. પરંતુ આપણી કમનસીબ છે કે સરકારી હોસ્પિટલમાં સીટી સ્કેન મશીન ધરાવે છે. છતાં ને ચાલુ છે કેમ તેની સુજજ લેવાની તસ્દી પ્રજાના પ્રતિનિધીઓ દ્વારા લેવામાં આવી નથી. બે દિવસ પહેલા દાહોદ ખાતે કોરોના મહામારીની સમીક્ષા કરવા પહોચેલા મુખ્યમંત્રી દ્વારા દાહોદ જીલ્લાવાસીઓની સુવિધા માટે સીટી સ્કેન મશીનની જાહેરાત કરવામા આવી હતી. અને બીજા દિવસ તેની સુવિધા લોકોને મળતી થઈ છે.

 

ત્યારે ગોધરા સિવિલમાં ૨૦૦૭ થી સીટી સ્કેન મશીન ધરાવે છે. તે કાર્યરત કરવા માટે તસ્દી લેવામાં આવી નથી. સીટી સ્કેન કરાવવા માટે ખાનગી હોસ્પિટલમાં લેબમાં વધારે ફી આપવી પડતા બચી શકે છે. ધારાસભ્ય સી.કે.રાઉલજીએ જણાવ્યુ કે ગોધરા સિવિલ હોસ્પિટલમાં સીટી સ્કેન મશીન બંધ હાલતમાં છે. તે બાબતે વિધાનસભામાં અવારનવાર રજુઆત કરી છે. તેમ છતાં ધ્યાન આપવામાં આવ્યું નથી. ૨૦૦૭ના વર્ષથી સીટી સ્કેન મશીન ફળવાયું ત્યારબાદ ઉપયોગ થયો નથી. જેને લઈ હાલમાં સીટી સ્કેન મશીન ચાલુ કરવા પાછળ ૧૫ લાખ જેટલો ખર્ચ થાય તેમ છે. ત્યારે રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા ગોધરા સિવિલ હોસ્પિટલના સીટી સ્કેન મશીનને કર્યરત કરવા માટે કાર્યવાહી કરે તે જરૂરી છે.

Share This Article