સુરત : અધિકારીઓએ માસ્કનો દંડ ઉઘરાવતા લોકોના ટોળાએ ઘેરાવ કર્યો

admin
1 Min Read

સુરત કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા અલગ અલગ વિસ્તારમાં ચેકિંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી. કતારગામ વિસ્તારમાં માસ્ક પહેર્યા વગર ફરતા લોકો અને વેપારીઓ પાસેથી દંડ વસૂલવાની કામગીરી શરૂ કરતાની સાથે જ લોકોએ કોર્પોરેશનના અધિકારીઓ સામે વિરોધ નોંધાવ્યો હતો. થોડીવાર માટે કોર્પોરેશનના અધિકારીઓનો ઘેરાવો વેપારીઓ દ્વારા કરી લેતાં મામલો વધુ બીચકયો બન્યો હતો. વેપારીઓએ કર્મચારીઓની સામે રોષ ઠાલવતાં હજાર-હજાર રૂપિયા જેવો દંડ શા માટે વસુલી રહ્યા છો,

 

એવું કહ્યું હતું. અત્યારે રોજગારી પૂરતી મળતી નથી. આવકના સ્ત્રોત પણ ઓછા થઈ ગયા છે. તેવા સમયે ખોટી રીતે હેરાનગતિ કરવાનું બંધ કરવા માટે કોર્પોરેશનના અધિકારીઓને ઉગ્રતાથી વેપારીઓના ટોળાઓએ રજૂઆત કરી હતી. રાધે રાધે ફોનમાં પણ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા દુકાનોમાં જઈને વેપારીઓએ વેક્સિન લીધી છે કે કેમ તેની તપાસ શરૂ કરી હતી તેમજ વેપારી અને તેમની દુકાનમાં કામ કરતા કામદારોએ કોરોના ટેસ્ટ કરાવ્યો છે કે કેમ તેની પણ તપાસ શરૂ કરી હતી. સતત વધતા ઘર્ષણો ના બનાવને કારણે કોર્પોરેશનના અધિકારીઓ માર્શલ સાથે લઈને કામગીરી શરૂ કરી હતી.

Share This Article