દાહોદ : કોરોનાના વધતાં સંક્રમણને લઈને જિલ્લાના 5 નગરમાં સ્વૈચ્છિક લોકડાઉન

admin
1 Min Read

રાજ્યમાં કોરોનાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારે કોરોનાથી બચવા અનેક શહેરો, ગામડાઓમાં લોકોએ સ્વયંભૂ લોકડાઉન નાંખ્યું છે ત્યારે દાહોદના 5 નગરમાં કોરોનાની ચેઈન તોડવા સ્વૈચ્છિક લોકડાઉન આવ્યું છે. દાહોદ જિલ્લામાં દિવસે દિવસે કોરોનાનો કહેર વધતો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં છેલ્લા 10 દિવસમાં જ 700 ઉપરાંત નવા કેસ નોધાયા છે. દરરોજ સરેરાશ 15 થી 25 મૃત્યુ થઈ રહ્યા છે. દાહોદની તમામ હોસ્પિટલ હાલ ફુલ થઈ ગઈ છે.

ત્યારે સ્થિતિ વધુ વણસે નહીં અને સંક્રમણ ની ચેન તોડવા માટે સ્થાનિક તંત્ર અને વેપારી મંડળો વચ્ચે બેઠકમાં ત્રણ દિવસ  સ્વૈચ્છિક લોકડાઉનના નિર્ણય બાદ જિલ્લાના લીમખેડા,દેવગઢબારિયા, સીંગવડ અને ફતેપુરા એમ પાંચ નગરમાં ત્રણ દિવસ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણયલઈ સંક્રમણની ચેન તોડવાના પ્રયાસમાં સ્થાનિક વેપારીઓએ સહભાગી બની દુકાનો બંધ રાખી હતી. પરંતુ તેમછતાં કેટલાક લોકો હજૂ પણ ગભીરતા સમજતા નથી અને બેફામ બની બજારમાં ફરતા જોવા મળી રહ્યા છે.

Share This Article