પંચમહાલ : ગોધરા બી ડીવીઝન પોલીસે એક ઇસમને ગૌમાંસના જથ્થા સાથે ઝડપી પાડ્યો.

admin
1 Min Read

ગોધરા બી ડીવીઝન પોલીસે બાતમીના આધારે વેજલપુરથી ગોધરા તરફ આવા નીકળેલા ઈસમને ગૌમાસના જથ્થા સાથે ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પંચમહાલ જીલ્લા પોલીસવડા ડો.લીના પાટીલ તરફથી જીલ્લામાં ગૌમાંસનૂ વેચાણ કરનારા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા સૂચનાઓ આપવામા આવી હતી.જેમા ગોધરા શહેર બી ડીવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.એન.પટેલને ચોકકસ ખાનગી રાહે બાતમી મળી હતી કે વેજલપુર તરફથી એક ઇસમ ગૌમાંસનો થેલો ભરીને ગોધરા તરફ આવા નીકળવાનો છે.

આથી પોસઇ એમ.આર ,ભલગરિયા અને ડી સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ જઇને બાઇકલઇને આવતા ઇસમ ફારુક શોકત પટેલ,ઉભો રાખીને થેલામા તપાસ કરતા માંસનો જથ્થો હોઇ આથી વેટરનરી ડોકટર પાસે તપાસ કરાવતા ગૌમાંસનો જથ્થો હોવાનૂ બહાર આવ્યુ હતૂ. પોલીસે ૧૮ કિલો,મોબાઇલ ફોન,મોટરસાઇકલ સહિતનો મૂદ્દામાલ જપ્ત કરીને ગૌવંશનૂ કતલ કરનાર અને ગૌમાંસ મંગાવનાર,ગૌમાંસ લઇ જનાર સામે પોલીસ ફરિયાદ તમામ સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવનાર છે.

Share This Article