સાબરકાંઠા : વ્હોરવાડમાં આવેલા ભયજનક મકાનને અંતે પોલીસ પ્રોટેક્શન સાથે હટાવાયું

admin
1 Min Read

શહેરમાં ચોમાસા પહેલા કેટલાક જર્જરિત મકાનોના બાંધકામ દુર કરવામાં આવે તે જરૂરી છે ત્યારે આ વર્ષે ચોમાસામાં આવા જર્જરિત મકાનોને પગલે મોટી દુર્ધટના ગમે ત્યારે બની શકે છે. જેને લઈને પાલિકા ધ્વારા નોટીસ પાઠવવા છતાં આવા મકાનો જર્જરિત મકાનો દુર કરવામાં આવતાં નથી. ત્યારે હિમતનગર ના વ્હોરવાડમાં આવા જ એક ભયજનક મકાનને અંતે પોલીસ પ્રોટેક્શન સાથે હટાવાયું હતું.મળતી માહિતી અનુસાર હિમતનગર શહેરનાં વ્હોરવાડમાં આવેલા ભય જનક મકાનને અંતે પોલીસ પ્રોટેક્શન સાથે ઉતારાવનું આજે સવારથી ચાલુ કરાયું છે…

વ્હોરવાળ વિસ્તારમાં આવેલુ મકાન ભય જનક બની જતા પાલિકાએ માઈક રઉફ સાબુગરને ત્રણ નોટીસો આપી હટાવવાનું જણાવેલું હતું. જો કે પાલિકાએ આ મકાન બાદમાં હટાવવાનું શરુ કરતા કેટલાક લોકોએ હંગામો મચાવેલો…જેને લઈને પાલિકાના લોકો ત્યાંથી પરત ફર્યા હતા… જો કે આ મકાનથી કોઈ જાનહાની નાં થાય એ માટે આજે ફરીવાર પાલિકાએ પોલીસ પ્રોટેકસન સાથે મકાન હટાવવાનું શરુ કર્યું હતું..

Share This Article