પંચમહાલ : હાલોલ: એમ વી આટર્સ કોલેજમા અભ્યાસ કરતી યુવતી અમીતા રકકઠવાની નેશનલ કક્ષાની આર્ચરી સ્પર્ધામા પસંદગી

admin
2 Min Read

હાલોલ નગરના ગોધરા રોડ પર આવેલ એમ એન્ડ વી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતી આદિવાસી યુવતી અમીતા રાઠવાની રાષ્ટ્રીય કક્ષાની ઝારખંડના જમશેદપુર ખાતે યોજાનાર ધનુરવિદ્યા (આર્ચરી) માં પસંદગી થતા એમ એન્ડ વી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ગૌરવ સાથે હર્ષની લાગણી છવાઈ જવા પામી હતી.ઘોઘંબા તાલુકાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તાર શામળકુવા ગામે રહેતી અને હાલોલ નગરના ગોધરા રોડ પર આવેલ એમ એન્ડ વી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આર્ટસના બીજા વર્ષમાં અભ્યાસ કરતી આદિવાસી યુવતી અમીતા રાઠવાએ ધનુરર્વિદ્યામાં પોતાનું કાઠુ કાઢી ઘોઘંબા પંથક સહિત હાલોલ કોલેજનું તેમજ પંચમહાલનું નામ રોશન કર્યું છે જેમાં ગત દિવસોમાં જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દેવગઢબારિયા ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની ધનુરર્વિદ્યામાં સીનીયર વિભાગમાં અમિતા રાઠવાએ ધનુરર્વિદ્યામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી સીનીયર વિભાગમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી ગુજરાત કક્ષાની ધનુરર્વિદ્યા ટીમના સિનિયર વિભાગમાં પસંદગી પામી હતી.

. જેને લઇ ઘોઘંબાના શામળકુવા ગામેં તેમજ હાલોલ એમ એન્ડ વી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે હરખ સાથે ખુશી અને ગૌરવની લાગણી વ્યાપી જવા પામી હતી જેમાં એક અંતરિયાળ ગામડામાંથી આવેલી આદિવાસી યુવતી અમીતા રાઠવાએ પોતાની કૌશલ્ય શક્તિ વડે પોતાની પ્રતિભાનો પરચો બતાવી ધનુર્વિદ્યાની રાજ્યકક્ષાની સિનિયર ટીમમાં સામેલ થઈ પંથકનું ગૌરવ વધાર્યુ હતું અને આદિવાસી સમાજના યુવાનો યુવતીઓ સહિત તમામ યુવાધન માટે પ્રેરણા સ્ત્રોત બની હતી અમિતા રાઠવાની ગુજરાત રાજ્ય કક્ષાએ ધનુરવિદ્યા સિનિયર વિભાગની ટીમમાં પસંદગી થતા ટીમના પ્રતિનિધિ બની અમિતાને આગામી તારીખ 01/10/2001 થી 03/10/2021 સુધી ત્રણ દિવસ માટે ઝારખંડ રાજ્ય ના જમશેદપુર ખાતે યોજાનાર સિનિયર નેશનલ લેવલ ધનુરર્વિદ્યા (આર્ચરી) સ્પર્ધામાં ભાગ લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થવા પામ્યુ છે. ત્યારે હાલોલ મહાજન ઉચ્ચ શિક્ષણ મંડળના પ્રમુખ પ્રફુલભાઇ શાહ, સેક્રેટરી સમીરભાઇ શાહ, અને કોલેજના આચાર્ય ડૉ યશવંત શર્મા સહિત તમામ કોલેજના સ્ટાફ અને પ્રોફેસરોએ અનિતા સહિત તેઓના કોચ ડો. સંજય જોષીને અભિનંદન પાઠવીને શુભેચ્છાઓ આપી હતી.

Share This Article