અમરેલી-બાળકોને શાળાએ જવા માટે સિમેન્ટ કંપનીએ કરી વ્યવસ્થા

admin
1 Min Read

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામથી જાફરાબાદ મોડેલ સ્કૂલમાં અલ્ટ્રાટેક સિમેન્ટ યુનિટ નર્મદા સિમેન્ટ કંપની csr દ્વારા સ્કૂલમાં જવા માટે વાહનની વ્યવસ્થા કરવામાં આવી છે. આજરોજ બાબરકોટના વિદ્યાર્થીઓને જાફરાબાદ મોડેલ્સ સ્કુલ અભ્યાસ માટે જતા અપડાવુનમા મુશ્કેલ પડતી હતી. વિદ્યાર્થીઓએ તાલુકા પંચાયતના સદસ્ય શ્રી કરશનભાઇ પરમાર તાલુકા મહામંત્રી દિપુભાઇ ધુધળવા, હાદાભાઇ સાખટને રજુઆત કરી હતી.

વિદ્યાર્થીની રજૂઆત સાંભળી કરશનભાઇ, દિપુભા, હાદાભાઇ, નર્મદા સિમેન્ટ કંપનીને રજૂઆત કરી કંપનીઓના અધિકારીઓયે તાત્કાલિક ધોરણે બાબરકોટના વિદ્યાર્થીઓને વાહનની વ્યવસ્થા કરી આપમા આવેલ છે. તારીખ 23/9/2021 બાબરકોટ પ્રાથમીક શાળામાથી શુભ શરૂઆત કરી વિદ્યાર્થીના હસ્તક રિબીન કાપી મીઠા મોઢા કરી ગાડીની શરૂઆત કરી હતી.

Share This Article