પંચમહાલ- તંત્રના આંખ મીંચામણા સામે ખનન માફિયાઓ બેફામ

Subham Bhatt
2 Min Read

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકામાંથી પસાર થતી પાનમ નદીમાં આવેલ પાનમ નદીમાં ગેરકાયદે રીતે બેફામ ખનનકરતા ખનન માફિયાઓ સામે તંત્ર લાચાર કેમ.?  દાહોદ અને પંચમહાલ જિલ્લાની જીવાદોરી સમાન કહેવાતી પાનમ નદીમાંથીગેરકાયદે રીતે રેતીનું ખનન ખનન માફિયાઓ દ્વારા બેફામ રીતે કરવામાં આવી રહ્યું છે. દેવગઢ બારીઆ માંથી પસાર થતી આનદીમાંથી બેરોકટોક ટ્રેક્ટરો અને ગાડીઓમાં રેતી ભરીને દિવસ દરમિયાન રોયલ્ટી પાસ વગર જ ખનીજ ચોરી કરીને સરકારી તિજોરીને લાખ્ખો રૂપિયાનું આર્થિક નુકસાન કરી રહ્યા હોવ છતાં ખાણ ખનીજ વિભાગ સહિત અન્ય સંબંધિત વહીવટી તંત્ર આંખ મીંચામણા કરી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે.

Panchmahal- Mining mafias are rampant against the eyes of the system

દેવગઢ બારીઆ માંથી પસાર થઈ રહેલ પાનમ નદીના પટમાં ખાડાઓ કરીનેરોજની હજારો ટન રેતીનું બેફામ ખનન કરવામાં આવી રહ્યું છે ત્યારે તંત્ર દ્વારા આવા મોટાપાયે થતા ખનન સામે લાચાર કેપછી ખનન માફિયાઓ દ્વારા તંત્રના સત્તાધીશોની આંખો ઉપર ગુલાબી નોટોના પાટા બાંધી દેવામાં આવતા હોય તેને લઈને મોટા પાયે થતા ગેરકાયદે ખનન સામે વહીવટી તંત્રના સત્તાધીશો ગાંધીજીના ત્રણ વાંદરાની જેમ મૌન ધારણ કરીને બેઠા હોયતેવી ચર્ચાઓ દેવગઢ બારીઆ પંથકના લોકોના મુખે જોવા મળી આવી હતી. ત્યારે શું વહીવટી તંત્રના સત્તાધીશો પોતાનીઆળસ ખંખેરીને આવા ખનન માફિયાઓ ઉપર અંકુશ મુકશે કે પછી આજ રીતે ગેરકાયદે રીતે લાખ્ખો ટન ખનનની ચોરી ખનન માફિયાઓને કરવા દેવામાં આવશે તે તો હવે જોવાનું રહ્યું….

Share This Article