પંચમહાલ : ચૈત્રી નવરાત્રીમાં સુનકાર જોવા મળ્યું પાવાગઢ મંદિર

admin
1 Min Read

સમગ્ર ભારત દેશને પોતાના ભરડામાં લઇ છેલ્લા એક વર્ષ ઉપરાંતથી કોરોના વાયરસે  હાહાકાર મચાવ્યો છે જેમાં  કોરોના વાયરસના સંક્રમણે સમગ્ર ગુજરાતભરને પોતાના બાનમાં લીધું છે જેમાં રાજ્યભરમાં કોરોના સંક્રમણનો વ્યાપ એટલી હદે વધવા પામ્યો છે કે લોકોના આસ્થા અને શ્રધ્ધાના કેન્દ્ર ગણાતા ધાર્મિક સ્થાનો પણ બંધ કરવાની ફરજ પડી છે. જેમાં યાત્રાધામ પાવાગઢ ખાતે પણ કોરોના ગ્રહણ આડે આવતાં ચૈત્રી નવરાત્રીના પાવન દિવસોમાં પણ મહાકાળી માતાજીના મંદિરના નિજ દ્વાર  ભક્તો માટે બંધ કરવાની ફરજ પડી છે.

 

 

જેમાં કોરોના સંકટને પગલે ઈતિહાસમાં બીજીવાર ચૈત્રી નવરાત્રી દરમ્યાન તારીખ 12 એપ્રિલથી ૨૮મી એપ્રિલ સુધી માતાજીનું મંદિર શ્રદ્ધાળુઓ માટે બંધ રાખવા મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવાયો છે. ગયા વર્ષે પણ ચૈત્રી નવરાત્રી દરમ્યાન માતાજીનું મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવ્યું હતું.  ત્યારે હાલ ચૈત્રી નવરાત્રી દરમ્યાન લાખો માઇભક્તોના પ્રવાહથી અને ચલપહલથી ધમધમતા યાત્રાધામ પાવાગઢના રોડ રસ્તા અને મંદિર સુધી જવાના પગથીયાઓ સુનકાર ભાસે છે. જય મહાકાળી અને જય માતાજીના જયઘોષથી ગુંજતો પાવાગઢનો ડુંગર પર સન્નાટો જોવા મળ્યો હતો.

Share This Article