પંચમહાલ : પાવાગઢ ખાતે રોપ-વેની સુવિધા આગામી તા ૮થી ૧૩ એપ્રીલ સુધી બંધ રહેશે

admin
1 Min Read

પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકામા આવેલા પ્રસિદ્ધયાત્રાધામ પાવાગઢ ખાતે આગામી તારીખ  ૮-૩-૨૧ થી ૧૩-૩-૨૧ સુધી રોપ-વેની સુવિધા બંધ રહેશે તેમ રોપવેનુ સંચાલન કરતી કંપની ઉષા બ્રેકો લિ. દ્વારા જણાવામા આવ્યુ છે.  મળતી વિગત અનુસાર પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકાના પાવાગઢ ખાતે આવેલા મા મહાકાલી બીરાજે છે. તેના દર્શન કરવા માટે ગુજરાત જ નહી પણ ભારતભરમાથી લોકો આવે છે.  પાવાગઢ તળેટીમાથી માંચી સુધી વાહન દ્વારા પહોચી શકાય છે અને ત્યાથી નીજ મંદીર સુધી જવા માટે રોપ-વે અને પગથિયાની વ્યવસ્થા કરવામા આવી છે. પણ મોટા ભાગના માઈભકતો જલદી પહોચી જવા માટે રોપવેની પંસદગી કરે છે.

 

 

 

 

ઉષા બ્રેકો લિ દ્વારા આ રોપવેનુ સંચાલન કરવામા આવે છે.  તેમના દ્વારા જાહેર કરવામા આવેલા લેખિત નિવેદનમા જણાવામા આવ્યુ છે કે, મહાકાલીકાના ઉડનખટોલા તારીખ  ૮-૩-૨૧ થી ૧૩-૩-૨૧ સુધી રોપ-વેની સુવિધા બંધ રહેશે, રોપવેની સમારકામની કામગીરીને લઈને આ નિર્ણય લેવામા આવ્યો છે અને જો કદાસ સમારકામની કામગીરી નિયત તારીખ પહેલા પુરી થઈ જાય તો રોપ- વે સેવા નિર્દિષ્ટ તારીખ પહેલા શરુ કરી દેવામાં આવશે.  મહાકાલી માતાના મંદિરે દર્શનાર્થે આવનારા માઈભકતોએ દર્શન કરવા માટે પગથિયા ચઢીને જવુ પડશે.

Share This Article