ઐતિહાસિક નગરી પાટણનાં 1275માં સ્થાપના દિન નિમિત્તે સ્થાપના દિન ઉજવણી સમિતિ દ્વારા સ્થાપના દિન સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજરોજ પાટણ શહેરની પી.કે કોટાવાલા આર્ટસ કોલેજ ખાતે જેમ્સ ફાઉન્ડેશન પાટણ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ બ્લડ ડોનેટ કર્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મહાનુભાવોનું જેમ્સ ફાઉન્ડેશન પ્રમુખ ગોવિંદ પ્રજાપતિ અને મંત્રી સંદીપ દરજી તેમજ તેમની ટીમ દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર પાંચાભાઇ માળી નગરપાલિકાના કોર્પોરેટર મનોજભાઈ પટેલ એન.જી.ઓ નોડલ ઓફિસર શૈલેષભાઈ પટેલ, પી.કે.કોટાવાલા આર્ટસ કોલેજના પ્રિન્સિપાલ ડો.લલીતભાઈ પટેલ,કુલપતિ ડો.જે.જે.વોરા નિલેશ રાજગોર, મદારસિંહ ગોહિલ,મયંક બારોટ,પરેશભાઈ પટેલ, રણછોડભાઈ પટેલ,બાબુભાઇ પ્રજાપતિ સહિત મોટી સંખ્યામાં સ્વૈચ્છિક સંસ્થાઓના આગેવાનો હાજર રહ્યા હતા. અને તમામ બ્લડ આપનાર યુવાનોને સ્થાપના દિન સમિતિ દ્વારા સન્માનપત્ર આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં રોટરી કલબ ઓફ પાટણ દ્વારા સહકાર આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમમાં ૭૫ જેટલી બોટલ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું