રાજકોટ : ધોરાજીમાં એક મહિનામાં પાંચમી વખત કિશાન રેન્ક ટ્રેન દ્વારા ડુંગળીની નિકાસ

admin
1 Min Read

કેન્દ્ર સરકાર અને પશ્ચિમ રેલ્વે ભાવનગર ડિવિઝન સહકારથી વિશેષ ટ્રેન જેને કિશાન રેન્ક નામ આપવામાં આવ્યું છે.  ગુડ્ઝ ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રનાં વેપારીઓ દ્વારા અંદાજે 550  મેટ્રિક ટન ડુંગળી ભરીને કિશાન રેન્ક ટ્રેન ગૌહાટી જવાં આજરોજ રવાના થશે.  ખેડૂતો પાસેથી 600 થી 700 સુધીનાં ભાવમાં પોષણક્ષમ ભાવોમાં ડુંગળીની ખરીદી કરાઈ છે અને ગૌહાટી જવાં આજરોજ ટ્રેન દ્વારા ડુંગળીની નિકાસ કરવામાં આવી છે.  ગત મહિનામાં ચાર વખત જેમાં એક વખત ગૌહાટી અને ત્રણ વખત સિલિગુડી કિશાન રેન્ક ટ્રેન દ્વારા ડુંગળીની નિકાસ કરવામાં આવી હતી.

 

 

 

આજે ફરી બીજી વખત ગૌહાટી કિશાન રેન્ક ટ્રેન દ્વારા ડુંગળીની નિકાસ કરવામાં આવી છે.  જેથી ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે છે અને ખેડૂતોની ડુંગળીઓની નિકાસ કરવામાં આવતાં ખેડૂતો ખુશ ખુશાલ જોવાં મળ્યા હતા.  આમ પાંચમી વખત કિશાન રેન્ક ટ્રેન દ્વારા ડુંગળીની નિકાસ ધોરાજીથી અન્ય રાજ્યમાં મોકલતાં ખેડૂતોને ખરેખર ખુબ જ ફાયદાકારક નિવડી રહી છે.

Share This Article