વડોદરા : ડભોઇમાં રક્તદાન શિબિરનું આયોજન

admin
1 Min Read

ડભોઇ તાલુકાના ભિલોડિયા ગામે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના સ્થાપના દિન નિમિતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.  સમગ્ર રક્ત દાન શિબિરમા આશરે 70  યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યુ હતું. મળતી વિગત અનુસાર રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાના સ્થાપના દિન નવસાર પર સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગો ગામેડીના પ્રેરણાથી ભારતભરના તમામ જિલ્લાઓમાં કરણી સેના દ્વારા થેલેસીમિયા પીડાતા દર્દીઓના મદદ માટે રક્તદાન કરવામાં આવ્યું હતું.  ભારત દેશની અંદર ઘણા લોકો થેલેસેમિયાના બીમારીથી પીડાતા દર્દીઓને હંમેશા રક્તની જરૂર અવારનવાર પડતી હોય છે.

 

 

 

કેસોમાં ઘણીવાર દર્દીઓને સમયસર રક્તના મળતા મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને  કોઈક વખત દર્દીઓનું મોત પણ થતું હોય છે. આવા દર્દીઓને સમયસર રક્ત મળી રહે અને રક્ત અભાવે દર્દીઓનું જીવ ન જાય તેવા સુંદર ઉદ્દેશ સાથે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના મોભી અને અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીના વિચારોને સાર્થક કરવાં માટે ભારતભરમાં કરણી કાર્યકરો એ દરેક જિલ્લાઓમાં તાલુકાઓમા રક્તદાન શિબિરનું આયોજન કરી “રક્તદાન એજ મહાદાન”ના સૂત્ર સાથે ડભોઇ તાલુકાના ભિલોડિયા ગામે ઈન્દુ બ્લડ બેન્કના સાહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

Share This Article