પંચમહાલ- હાલોલમાં બે બંધ મકાનોમાં તસ્કરોએ નિશાન બનાવી

Subham Bhatt
1 Min Read

પંચમહાલના હાલોલ ગોધરા રોડ પર આવેલ આશિયાના સોસાયટીમાં બે બંધ મકાનોમાં તસ્કરોએ નિશાન બનાવી૧,૪૪,૫૦૦/- રૂ.ની માલમત્તાની ચોરી કરી થયા ફરાર. હાલોલ નગરના ગોધરા રોડ પર આવેલ આશિયાના સોસાયટીમાં આવેલફ્લેટમાં ફ્લેટ નબર M 0112 માં રેહતા અભય દોલરાજ ચોપડા વડોદરા ખાતે પોતાની સાસરીમાં પરિવાર સાથે ગયા હતા જેમાંરાત્રિના સુમારે તેઓના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ તેઓના ફલેટના મુખ્ય દરવાજાનું તાળું તોડી તસ્કરો ફ્લેટમાં ઘૂસ્યા હતા જેમાં ફ્લેટમાં આવેલ તિજોરીને તોડીને તસ્કરો સોના ચાંદીના દાગીના મળી કુલ ૧,૪૪,૫૦૦/- રૂપિયાની માલમત્તાઉઠાવી ફરાર થઈ ગયા હતાં

Panchmahal: Smugglers targeted two closed houses in Halol

જેમાં બનાવ અંગેની જાણ થતા ફ્લેટ માલિક અભય દોલતરાજ ચોપડા પોતાના ફ્લેટ ખાતે દોડીઆવ્યા હતાં અને પોતાના મકાનમાં ચોરી થયા અંગેની જાણ હાલોલ ટાઉન પોલીસ ને કરતા પોલીસ પણ ઘટના સ્થળે દોડીઆવી હતી જ્યારે તસ્કરોએ સોસાયટીના અન્ય એક બંધ મકાનને પણ નિશાન બનાવી તેમાં ઘૂસી તેમાંથી પણ માલમત્તા ઉઠાવીફરાર થઈ ગયા હતા જોકે તે ફલેટના માલિક પ્રવીણભાઈ તલસારામ સોલંકી બહાર ગામ હોય તેઓના ફલેટમાંથી કેટલાં રૂપિયાનીમાલમત્તા ચોરાઈ છે તેની માહિતી મળવા પામી ન હતી જેમાં હાલોલ ટાઉન પોલીસ મથકે અભય દોલતરામ ચોપડાએ બંને ફ્લેટમાં ચોરી થયા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ચોર ઇસમ સામે ગુનો નોંધી તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.

Share This Article