પંચમહાલ-એસ.ઓ.જી પોલીસે વોન્ટેડ આરોપીને ઝડપી પાડયો

Subham Bhatt
1 Min Read

પંચમહાલ જિલ્લા એસ.ઓ.જી પોલીસે વોન્ટેડ આરોપીને ઝડપી પાડયો. પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ વિવિધ ગુનામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે જિલ્લા એસ.ઓ.જી પોલીસે કવાયત હાથ ધરી છે જે અંતર્ગત એસઓજી પોલીસનાં પી.આઇ એમડી ખાટને બાતમી મળી હતી કે હાલોલ ટાઉન પોલીસ મથકના 2021 ના ગુનાનાજુગારધારા અને ડિઝાસ્ટ મેનેજમેન્ટ એક્ટ 2005ની કલમ 51બી ના ગુનામાં નાસતો ફરતો આરોપી હરીશ ઘનશ્યામભાઈ મોટયાની રહે.

Panchmahal-SOG police nabbed wanted accused

મહાદેવ મહોલ્લા, વારસીયા સંજયનગર વડોદરાનાઓ હાલોલશહેરના પાવાગઢ રોડ પર આવેલ બોમ્બે હાઉસ ખાતે આવનાર છે જે બાતમીના આધારે એસઓજી પોલીસ ટીમે બોમ્બે હાઉસ ખાતે વોચ ગોઠવી આરોપી હરીશને ઝડપી પાડી હાલોલ ટાઉન પોલીસમથકે સોંપવા તજવીજ હાથ ધરી હતી.

Share This Article