પંચમહાલ : જિલ્લામાં વાતાવરણમાં આવ્યો પલટો

admin
1 Min Read

ગુજરાતમાં તાઉતે વાવાઝોડાનું સંકટ તોળાઇ રહ્યું છે. જેના પગલે પંચમહાલ જિલ્લામાં પણ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. પંચમહાલ સહિત ગોધરામાં વાદળિયા હવામાન સાથે જ ઉત્તર દિશામાંથી ગરમ પવનના પગલે વાતાવરણમાં ભારે ગરમી અને બફારાનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું . જેને કારણે શહેરીજનો અસહય ઉકળાટ-બફારાથી તોબા પોકારી ઉઠયા હતા. જેમાં વાતાવરણમાં પલટો વાગતા જ તેજ પવન ફૂંકાયો હતો…

તેજ પવન ફૂંકાતા ધુળની ડમરીઓ ઊડતી જોવા મળી હતી. સુસવાટા સાથે પવન ફૂંકાતા લોકોમાં ભયની ભીતિ જોવા મળી હતી. જેમાં કાચા મકાનોના પતરાઓ ઉડયા હતા તો ભારે પવન ફૂંકાતા વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. જેમાં ભારે પવનને કારણે જનજીવન પર અસર થઇ હતી તો ભારે પવનને લઈને પ્રશાસન પણ એલર્ટ મોડ ઉપર જોવા મળ્યું હતું…

Share This Article