સાબરકાંઠા : જિલ્લામાં વાતાવરણમાં પલટો

admin
1 Min Read

અરબી સમુદ્રમાં સર્જાયેલું તૌકતે વાવાઝોડું ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે આ વાવાઝોડાને લઇ આગામી તા.18 મે સુધી ઉત્તર ગુજરાતમાં તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરાયું છે. ત્યારે જિલ્લામાં આજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જેમાં હિંમતનગરમાં બપોર બાદ પવન ફૂંકાયો હતો…અસહ્ય ગરમી બાદ જિલ્લામાં ઠેરઠેર વાવાઝોડુ ફૂંકાવાને કારણે ધૂળની ડમરીઓ ઉડતા લોકો ઘરના દરવાજા બંધ કરીને લપાઇ ગયા હતા.

તો આ તૌકતેચક્રવાતની અસર જીલ્લામાં જોવા મળી હતી.. જેને લઈને પવન ફૂંકાયો હતો અને ધૂળની ડમરીઓ ઉડી હતી. ત્યારે ધૂળની ડમરીઓ ઉડતા થોડોક સમય માટે સૂર્ય પણ ઢંકાઇ ગયો હતો. તો સાબરકાંઠા જિલ્લામાં જોરદાર પવન બાદ વરસાદનું ઝાપટુ પડતાં થોડોક સમય વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

Share This Article