પંચમહાલ જીલ્લાના કાલોલ હાલોલ હાઇવે પર હાલોલ તરફથી પુરઝડપે અને ગફળતભરી રીતે હકારીને આવતી એક ટ્રકે કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો પ્રાપ્ત માહિતી મુજબ કાલોલ ઇનોકસ કંપનીમાંથી પોતાની કાર લઈ હાલોલ ઘરે જતા કાર ચાલકને અકસ્માત નડ્યો હતો જેમાં હાલોલ તરફ જતી ચાલુ કારને એક ટ્રકે ટક્કર મારતા કાર ત્રણ ચાર પલ્ટી ખાઈ જતા સામેના રોગ સાઈડના ટ્રેક પર ફેંકાઈ ગઈ હતી જોકે કારમાં સવાર ચાલક સહિત અન્ય એક ઈસમ સાથે બન્ને નો આબાદ બચાવ થયો હતો
જોકે અકસ્માત સર્જાતા બે ઇસમોને નાની મોટી ઇજાઓ પહોંચતા તાત્કાલિક હાલોલ રેફરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડયા હતા અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા જ્યારે પોલીસે ઘટના સ્થળે દોડી આવી અકસ્માત અંગે તપાસ હાથ ધરી હતી.
