પંચમહાલ : શહેરામાં સ્વૈચ્છિક લોકડાઉન અમલ શરુ

admin
1 Min Read

પંચમહાલ જીલ્લાના શહેરાનગરમાં ત્રણ દિવસ સ્વૈચ્છિક લોકડાઉન લાગ્યું છે. વેપારીઓ અને તંત્ર સાથેની મીટીંગમાં આ નિર્ણય કરવામા આવ્યો હતો. ત્રણ દિવસ બાદ બજારો સાંજના ૪ વાગ્યા સૂધી ખુલ્લા રહેશે. કોરોનાના વધતા સંક્રમણને ટાળવા માટે હવે સ્થાનિક લેવલે આવા નિર્ણયો લેવાઈ રહ્યા છે. જે ઈચ્છનીય છે.શહેરામાં સ્વૈચ્છિક લોકડાઉનનો સવારથી જ અમલ જોવા મળ્યો હતો. શહેરાનગર સામાન્ય દિવસોમા ધમધમે છે. ત્યારે સવારથી વેપારીઓ લોકડાઉનનો અમલ કરતા જોવા મળ્યા હતા.

શહેરાનગરમાં બસ સ્ટેશન વિસ્તાર,સિંધી ચોકડી,અણિયાદ ચોકડી,મેઈન બજાર,નાડા રોડ સહિતના વિસ્તારોમાં સ્વંયભુ  લોકડાઉનની અસર જોવા મળી હતી. તમામ બજારો બંધ  જોવા મળ્યો હતો. ત્યારે આવશ્યક મેડીકલ સેવાઓ સહિત ચાલુ રહી હતી. શહેરાનગર માથી પસાર થતા હાઇવેમાર્ગ પર પણ વાહનોની અવરજવર ઓછી જોવા મળતી હતી. સ્વૈચ્છિક લોકડાઉનનો અમલ વેપારીઓ કરતા હતા. પરંતુ કેટલાક વેપારીઓ દૂકાનની બહાર બેસીને પણ રસ્તે જતા લોકોને શુ લેવૂ છે. તે પુછતા નજરે પડતા હતા. ત્યારે હજી કેટલાક વેપારીઓને નિયમોની પડી નથી તેમ લાગી રહ્યુ છે. ત્યારે તંત્ર આ નક્કી કરેલા નિયમોને તોડનારા  સામે પગલા ભરે તે જરૂરી છે.

Share This Article